- મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું યુપી-બિહાર આતંકવાદનું કેન્દ્ર છે
- રાજે કહ્યું કે મુંબઇ પોલીસનો મોટા ભાગનો સમય યુપી, બિહારના અપરાધીઓને શોધવામાં જ જાય છે
બીએમસી ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એકવાર ઉત્તર ભારતીયો પર નિશાન સાધ્યું છે. ઠાકરેએ કહ્યું કે યુપી અને બિહાર આતંકનું કેન્દ્ર છે. તેણે કહ્યું કે આતંકવાદીઓ યુપી-બિહારમાં ટ્રેનિંગ લે છે અને મુંબઇમાં ઘટનાને અંજામ આપે છે. તેણે ત્યાં સુધી કહી દીધું કે મુંબઇમાં થનારી અન્ય ઘટનાઓ અને બિમારીઓ પાછળ પણ યુપી અને બિહારના લોકો જ જવાબદાર છે.
રાજે વધુમાં કહ્યું કે બહારથી આવનારા લોકો જ મોટાભાગના ગુનાઓમાં સામેલ હોય છે. મુંબઇ પોલીસનો વધુ સમય યુપી, બિહારના અપરાધીઓને શોધવામાં જ જાય છે. તેણે કહ્યું કે મુંબઇ બ્લાસ્ટની યોજના પણ બિહારમાં જ બનાવાઇ હતી. તેના માટે ઉત્તર ભારતીયો જ જવાબદાર છે.
ચૂંટણીપંચે આપી હતી ચેતવણી
મહારાષ્ટ્ર રાજ્યના ચૂંટણીપંચે તાજેતરમાં જ રાજ ઠાકરેને ચેતવણી આપી હતી કે તે ચૂંટણીપંચ અથવા ચૂંટણી કમિશનર વિરૂદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરશે તો તેના પક્ષ મનસેનું રજિસ્ટ્રેશન રદ થઇ શકે છે.
ભડકાઉ ભાષણ આપીને આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાના મામલે ચૂંટણીપંચે રાજ ઠાકરેને ક્લીનચિટ આપી દીધી છે. રાજ્યના ચૂંટણી કમિશનર નીલા સત્યનારાયણે કહ્યું કે મામલાની તપાસ કર્યા બાદ પંચને ફરિયાદમાં કોઇ એવું તથ્ય નથી જણાયું કે જેનાથી ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન થતું હોય એટલે રાજ વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરાય.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.