Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Vishesh
 

બેંકમાં ખાતુ નહિ ધરાવતી મહિલા કરોડપતિ બની

 
Source: Agency, Mumbai   |   Last Updated 12:02 AM [IST](21/11/2010)
 
 
 
 
 

- કેબીસી-૪માં ઝારખંડની સીવણકામ કરી ત્રણ હજાર કમાતી રાહત ચમકી


‘ખુદા દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હૈ’ની કહેવત ઝારખંડની રાહત તસ્નીમના જીવનમાં સાચી ઠરી છે. કેમ કે, અતિ લોકપ્રિય ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’(કેબીસી)-૪માં સૌપ્રથમ કરોડપતિ બનનારી મહિલા છે. રાહતના આત્મવિશ્વાસના વખાણ શોના હોસ્ટ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ કર્યા છે.


રાહત તસ્નીમ રૂઢિચુસ્ત પરિવારની મહિલા છે. રાહતનો પરિવાર એકદમ સામાન્ય પરિવાર છે. કરોડ રૂપિયા જીતનારી રાહત પાસે પોતાનું બેંક ખાતું પણ નથી. રાહતે જણાવ્યું આટલી રકમ તેણે જીવનમાં ક્યારેય જોઇ નથી.


ઝારખંડના નાનકડા ગામ ગિરિદહિ શહેરમાંથી આવનારી ૩૭ વર્ષની રાહતે જણાવ્યું હતું કે પોતે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે રમી હતી અને ‘ફોન અ ફ્રેન્ડ’, એક્સપર્ટ એડવાઇઝ’, ઓડિયન્સ પોલ’ તેમજ ‘ડબલ ડીપ’ આ ચારેય લાઇફલાઇનનો યોગ્ય સમયે અસરકારક ઉપયોગ કર્યો હતો.


રાહતે જણાવ્યું હતું કે ગેમની શરૂઆતમાં તે મુઝવણમાં હતી અને લાઇફલાઇનનો ઉપયોગ કર્યો હતો, પણ R ૩.૨૦ લાખથી લઇને ૫૦ લાખની રકમ સુધીના ગેમમાં પ્રશ્નોના જવાબ હું જાણતી હતી અને મારે લાઇફલાઇનની જરૂર ન પડી. બિગ બીએ મને પ્રશ્ન કર્યો હતો કે તમે ક્યાંથી આટલો વિશ્વાસ કેળવ્યો? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે આત્મવિશ્વાસ હતો.


ક્યા દેશમાં આફ્રિકન મૂળની પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બન્યા હતા? આ પ્રશ્નમાં ‘ડબલ ડીપ’ લાઇફલાઇનનો ઉપયોગ કરીને રાહત તસ્નીમ કરોડ રૂપિયા જીતી હતી. રાહતે જણાવ્યું હતું કે ‘ડબલ ડીપ’ લાઇફલાઇનનો ઉપયોગ કરી નાંખ્યો હોવાથી હું અવઢવમાં હોવાથી R પાંચ કરોડનો જેકપોટ પ્રશ્ન વખતે મેં ગેમ છોડી દીધી હતી.


SMS કર્યો ત્યારે માત્ર ત્રણ રૂપિયા જ બેલેન્સ હતું


કહેવાય છે કે નસીબ આડેથી પાંદડું હટે છે, ત્યારે તમામ પાસાં સીધા પડે છે. તેવી જ ઘટના રાહત તસ્નીમના જીવનમાં પણ બની છે. રાહતના જીવનમાં મોટી ‘રાહત’ આપનારા કેબીસી-૪માં ભાગ લેવા માટે જ્યારે તેણે એસએમએસ કર્યો ત્યારે તેના મોબાઇલમાં માત્ર ત્રણ રૂપિયા જ બેલેન્સ હતું.


આ ત્રણ રૂપિયાના બેલેન્સમાંથી કરાયેલી એસએમએસે રાહત તસ્નીમ માટે કરોડપતિ બનવાનાં દ્વાર ખોલી નાંખ્યા હતા. સામાન્ય પરિવારની હાઉસવાઇફ રાહત સીવણકામ કરીને રૂપિયા બેથી ત્રણ હજાર કમાતી હતી અને પરિવારને મદદરૂપ બનતી હતી.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.