Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Pune
 

પુણેમાં વરસાદની પૂંછડિયા ઈનિંગ્સ સહેજ લંબાઈ

 
Source: Bhaskar News, Pune   |   Last Updated 2:30 AM [IST](18/10/2011)
 
 
 
 
Advertisement
 
પુણેથી ચોમાસાની વિદાયને વધુ ત્રણ દિવસ વિલંબ થવાની શક્યતા પુણે વેધશાળાએ વ્યક્ત કરી હતી

સામાન્ય રીતે ૧ ઓક્ટોબરે પુણેથી વિદાય લેતા ચોમાસાની પુંછડિયા ઈનિંગની મુદત સતત લંબાઈ રહી છે. આ વખતે પણ એ પરંપરા આગળ વધવાના સંકેતો મળે છે. પુણેથી ચોમાસાની વિદાયને વધુ ત્રણ દિવસ વિલંબ થવાની શક્યતા પુણે વેધશાળાએ વ્યક્ત કરી છે. જોકે છેલ્લા દસ વર્ષોમાં ફક્ત એક જ વખત નિધૉરિત મુદતની આસપાસના દિવસોમાં મોન્સુનની વિદાય પૂનાથી થઈ હતી.

રાજ્યનાં શહેર અને ગામડાંમાં છેલ્લા આઠ દિવસોથી રોજ ઓછાવત્તા પ્રમાણમાં વરસાદ હાજરી આપે છે. તેમાંય બે વખત પૂના તથા અન્ય શહેરોમાં ભારે ઝાપટાં પડ્યાં. મુંબઈમાં સવારે અને બપોરે બફારા પાછી સાંજે ઝરમર કે હળવાં ઝાપટાં પડતાં રહ્યાં. ઉત્તર મહારાષ્ટ્રમાં વરસાદ વિદાય લેતાં લેતાં સહેજ વધુ રોકાઈ ગયો છે.

વર્ષ ૨૦૦૨માં ૩ ઓક્ટોબરે એટલે કે સર્વસામાન્ય તારીખ પછી બે દિવસે વરસાદે વિદાય લીધી છે. ત્યારપછી સતત નવ વર્ષ તેનો પ્રયાસ સતત દસથી પચ્ચીસ દિવસ લંબાયો હોવાનું જોવા મળે છે. આ વખતે પણ એવી રીતે વિલંબ થયાના ચહિનો છે, એમ વેધશાળાનાં સૂત્રોએ જણાવ્યું હતું.

લઘુત્તમ તાપમાનને લીધે ઠંડક પડતી હોવાનું અનુભવાય છે ૧ ઓક્ટોબરથી શહેરમાં ૧૯૮ મીમી અને શનિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં ૪૮.૭ મીમી વરસાદ પુણેમાં નોંધાયો હતો. લગભગ એટલો જ વરસાદ મુંબઈમાં પણ પડ્યો છે. છેલ્લા બે દિવસોમાં લઘુત્તમ તાપમાન ઘટતાં મુંબઈ સિવાયના શહેરોમાં ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.