Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Mumbai
 

પુણેના પ્રોફેસર સાથે છેતરપિંડી અંગે નોકરાણી સહિત બેની ધરપકડ

 
Source: Bhaskar News, Mumbai   |   Last Updated 3:56 AM [IST](10/02/2012)
 
 
 
 
Advertisement
 
આરોપીઓએ પિતા-પુત્ર પાસેથી R ૧.૦૩ કરોડ પડાવ્યા હતા : પોલીસે R ૫.૫૦ લાખની રોકડ રકમ, એક મોટરકાર અને મોબાઈલ ફોન જપ્ત કર્યા

પુણેની એક ખ્યાતનામ કોલેજના નિવૃત્ત પ્રોફેસર સાથે ઓછા દરે સરકારી જમીન મેળલી આપવાના બહાને છેતરપિંડી કરવા માટે નોકરાણી તથા તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે.૭૬ વર્ષીય પ્રોફેસર વિનાયક જગદેવ યાદવ પુણેના કર્વેનગર ખાતે રહે છે. યાદવે પુણે પોલીસની ખંડણી વિરોધી શાખા (એઈસી)માં ફરિયાદ કરતાં એઈસીએ નોકરાણી રેખા ગોડસે અને તેના સાગરીત વિજય ટંડાલેની ધરપકડ કરી હતી. આ પ્રકરણની શરૂઆત આજથી દોઢ વર્ષ પહેલાં થઈ હતી. પ્રોફેસર વિનાયક જગદેવ યાદવનો પુત્ર પ્રવીણ એક અન્ય પ્રોફેસર મરાઠે પાસે પોતાની ડોક્ટરેટ પદવી માટે માર્ગદર્શન માટે જતો હતો.

આ દરમિયાન તેની ઓળખાણ પ્રોફેસર મરાઠેની નોકરાણી રેખા અચ્છારામ ગોડસે (ઉ.વ.૪૫) જોડે થઈ હતી. રેખા ગોડસેએ પ્રવીણ યાદવનો વિશ્વાસ જીતી લઈ તેને સીબીઆઈના અધિકારીઓ સાથે ઘરોબો હોવાથી ઓછા દરે સરકારી જમીન અપાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવમાં પ્રવીણ આવી ગયો હતો.ત્યાર બાદ પ્રવીણે આ અંગે પોતાના પિતા વિનાયક યાદવને જાણ કરી હતી, જેથી વિનાયક યાદવે આ બાબતે પુત્ર પ્રવીણએ મંજુરી આપી હતી.

થોડો સમય વીતતાં પિત્રા-પુત્રની જોડીને આ ટોળકીએ સાસદડ ખાતે બે પ્લોટ અને લોનાવાલા ખાતે બે બંગલા બતાવ્યા હતા અને તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. આ દરમિયાન ગત તા. ૬ ફેબ્રુઆરી, ૨૦૧૨ સુધી આરોપીઓ એક યા બીજી રીતે પિતા-પુત્ર પાસેથી R ૧.૦૩ કરોડ પડાવી લીધા હતા. આ અંગે ખંડણી વિરોધી શાખા (એઈસી)ના સિનિયર ઈન્સ્પેકટર સચિન સાંવતના જણાવ્યા મુજબ નોકરાણી રેખા ગોડસે અને તેના સાગરીત વિજય ટંડાલેની ધરપકડ બાદ આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા R ૫.૫૦ લાખની રોકડ રકમ, એક મોટરકાર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.

આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા બન્ને આરોપીઓને મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં.જેમાં મેજિસ્ટ્રેટ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા બન્ને આરોપીઓને આગામી તા. ૧૩ ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડી આપવામાં આવી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.