મરાઠી નાટક અને ફિલ્મ અભિનેત્રી પદ્મજા બાપટને સેક્સ રેકેટમાં ત્રણ ડિસેમ્બર સુધી કસ્ટડી આપવામાં આવી છે.પુણે પોલીસે મંગળવારે આ તેની ધરપકડ કરી હતી. પદ્મજા સહિત ત્રણને બુધવારે સ્થાનિક કોર્ટમાં હાજર કરાતાં બાપટને સેક્સ રેકેટ ચલાવવા અને અન્યોને પ્રેરિત કરવાના આરોપ હેઠળ કસ્ટડી ફટકારવામાં આવી હતી, જ્યારે અન્ય બેને જામીન પર છોડી મુકાઈ હતી.
પદ્મજા બાપટ ૫૪ વર્ષીય અભિનેત્રી ૮૦ અને ૯૦ના દાયકામાં મરાઠી નાટક અને ફિલ્મોમાં કામ કરતી હતી. જોકે ત્યાર બાદ તેને મરાઠી રંગભૂમિ પર તક મળી નહોતી. આ પછી તેણે સેક્સ રેકેટ ચલાવવાનું શરૂ કર્યું હતું. પુણેમાં ઉદ્રી નામના ભદ્ર વિસ્તારોમાં એક આલીશાન રો હાઉસ ભાડે લીધું હતું.