કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા સાકર કારખાનાંઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા મહાઠગ એવા શ્રીગોંદા વિસ્તારના રાજકીય નેતાની આખરે પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેને રિમાંડ પર લઈને તેના સાથીદારોની શોધ આદરી છે.
પુણે જિલ્લા પોલીસ કરોડો રૂપિયાની ઠગાઈના આરોપી પ્રવીણ ઉર્ફે બાળાસાહેબ નાહટાને ઘણા દિવસોથી શોધી રહી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગતો નહોતો. આખરે મંગળવારે સવારે તે પુણેના એક વિસ્તારમાં આવવાનો છે એવી માહિતી મળતાં છટકું ગોઠવીને તેને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ હવે તેના સાગરીતોની તલાશ ચલાવી રહી છે. નકલી દસ્તાવેજો અને સ્ટેમ્પનો ઉપયોગ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારનાં અનેક સાકર કારખાનાંઓ સાથે તેણે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.