જામીનપાત્ર ગુના માટેના આરોપીને કારાવાસમાં ધકેલવાની માગણી પોલીસ અદાલત સમક્ષ કરે ત્યારે પોલીસને પણ કાયદાની સમજણ નથી એવો અર્થ થાય છે, એવી ટીકા કરીને તાજેતરમાં અદાલતે સાકીનાકા પોલીસનનો ઊધડો આમાં ન્યાયમૂર્તિ કાનડે અને કોદેની ખંડપીઠ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. અરજદાર જયપ્રકાશ બોંબળે અને તેના ત્રણ મિત્રો તેના ઘરે પત્તા રમવા અંગે ચર્ચા કરી રહ્યા હતા.
તે સમયે અમોલ પટેલ નામની વ્યક્તિએ તેમને પોતાની ક્લબમાં રમવા માટે બોલાવ્યા હતા. જોકે તેનું આમંત્રણ બોંબળે અને તેના મિત્રોએ નકારી કાઢયું હતું. તે જ દિવસે હરગુડે નામના પોલીસે બોંબળેના ઘરે દરોડા પાડી રૂપિયા ૭૯ હજારની મતા અને પત્તાં જપ્ત કર્યા હતાં. રોકડ આપશો નહીં તો જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ અટક કરીશું એવી ધમકી પણ પોલીસે આપી હતી. તેનું ન સાંભળવાથી ચારેયને અટક કરી બીજા દિવસે જામીન પર છોડવામાં આવ્યા હતા, એવી માહિતી બોંબળેના વકીલ બી.એમ. ગનુએ અદાલતને જણાવી હતી.