અત્રે દિઘી ખાતે દત્તનગર વિસ્તારમાં ૨૩ વર્ષીય નીલિમા રાજુ યાદગીરીની સોમવારે હત્યા કરવામાં આવી હતી. તે મૂળ સોલાપુરની રહેવાસી છે. યેરવડા ખાતે બીપીઓ કંપનીમાં કામ કરે છે. સોમવારે સવારે તે મિત્ર ૩૧ વર્ષીય સુમોદ મુન્નાલાલ જાધવન સાથે પોતાના ભાડે લીધેલા ઘરે પરત આવી ત્યાર બાદ આ ઘટના બની હતી.
આ સંબંધે ડેપ્યુટી કમિશનર સંજય જાધવે જણાવ્યું હતું કે ગત થોડા દિવસથી નીલિમા બહાર રહેતી હતી. ૧૫ દિવસ પછી તે સુમોદ સાથે પોતાના ભાડાના ઘરે પરત આવી હતી. તે સમયે તેનો પ્રેમી ૨૬ વર્ષીય વિજય પાંડુરંગ દુધાળ તેને બારીમાંથી દેખાયો હતો.
વિજયને જોતાં જ તેણે સુમોદને છુપાઈ જવા માટે કહ્યું હતું. સુમોદ તેના રૂમની બહાર નીકળીને એક જગ્યાએ છુપાઈ ગયો હતો. જોકે વિજયની નજરથી તે છુપું રહ્યું હતું. આથી રોષમાં તેણે નીલિમાના ઘરમાં આવીને તેની હત્યા કરી નાખી હતી.