Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Mumbai
 

પાલિકાની સુપર સ્પે. હોસ્પિટલો વિકાસના અભાવે ‘કોમા’માં

 
Source: Bhaskar News, Mumbai   |   Last Updated 4:59 AM [IST](29/08/2010)
 
 
 
 
Advertisement
 
મલેરિયા અને પાણીજન્ય રોગોથી સમગ્ર મુંબઈમાં ભયનું વાતાવરણ સર્જાયું છે ત્યારે ગોવંડી અને કાંદિવલી ખાતેની શતાબ્દી હોસ્પિટલો અને બોરીવલીની ભગવતી હોસ્પિટલ તેમ જ કૂપર આ પાલિકાની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો સંપૂર્ણ રીતે રોગ સામે લડવામાં કાર્યરત હોત તો આ રોગો પર તાત્કાલિક કાબૂ મેળવવામાં સફળતા મળી હોત!

પરંતુ આ હોસ્પિટલોનો પુનર્વિકાસ છેલ્લાં કેટલાંક વર્ષોથી ‘‘કોમા’માં છે. છેલ્લાં ૩૫ વર્ષ અગાઉની લોકસંખ્યાની ગણતરીએ હાલની આ હોસ્પિટલોમાં ખાટલાની સંખ્યા હોઈ દશા અત્યંત માઠી બની ગઈ છે.

પાલિકાની આ ચારે હોસ્પિટલોના પુનર્વિકાસનો નકશો શશી પ્રભુ એન્ડ એસોસિએટ્સ દ્વારા તૈયાર થયો છે. ઉપનગરોમાં આ ચાર જ મહત્વની હોસ્પિટલોને સુપર સ્પેશિયાલિટીનું રૂપ આપવા પાલિકા પ્રશાસનનો પ્રસ્તાવ છેલ્લાં કેટલાંક વર્ષોથી અભેરાઈ પર ધૂળ ખાતો પડ્યો હતો. જોકે હાલમાં ત્યાર બાદ કૂપર હોસ્પિટલના પુનર્વિકાસ કામની શરૂઆત થઈ છે.

છેલ્લાં ૩૫ વર્ષો અગાઉની વસતગિણતરીને આધારે પાલિકાની સર્વે હોસ્પિટલોમાં ખાટલાઓની સંખ્યા છે. વીતેલાં કેટલાંક વર્ષોથી મુંબઈની લોકસંખ્યા દોઢ કરોડને પાર કરી ગઈ હોઈ પાલિકાની કે. ઈ. એમ. અને શિવ ખાતેની લોકમાન્ય ટિળક હોસ્પિટલો સહિતની ૧૬ પાલિકા હોસ્પિટલો પૈકીમાં મોટા ભાગની હોસ્પિટલોની હાલત માઠી છે.

એક ખાટલા પર બે દર્દીઓ તેમ જ નીચે જમીન પર પણ દર્દીઓને સારવાર આપવાનો વારો આવે છે. વળી, ઉપનગરની અનેક પાલિકા હોસ્પિટલોમાં એમઆરઆઈ, આઈસીયુ અને શસ્ત્રક્રિયા વિભાગ નથી. આ કારણોસર તેવા દર્દીઓને મોટી પાલિકા હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે, જેનો ભારે બોજો મોટી હોસ્પિટલોએ વેંઢારવો પડે છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી તેમ જ દેશભરના દર્દીઓ સારવાર માટે પાલિકાની હોસ્પિટલોમાં આવે છે.

આવાં કારણો સામે આ પ્રત્યેક હોસ્પિટલોમાં ખાટલાની સંખ્યામાં ઓછામાં ઓછો ૨૦ ટકાનો વધારો કરવાની માગણી પાલિકા આરોગ્ય સમિતિના માજી અધ્યક્ષ પ્રકાશ ફાતપેgકરે પ્રશાસન સમક્ષ કરેલી હતી. છેલ્લાં બે વર્ષોથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પુનર્વિકાસનો પ્રસ્તાવ તૈયાર થઈને પડ્યો છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.