અમેરિકાના રાષ્ટ્રપતિ નવેમ્બર માસમાં ભારતની મુલાકાતે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ દેશની આર્થિક રાજધાની મુંબઈની પણ મુલાકાત લેવાના છે આ મુલાકાત દરમિયાન આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશ આપવાના હેતુસર મુંબઈની હોટલ તાજમાં એક રાત વિતાવે તેવી શક્યતા છે. આ રીતે ઓબામાની લોકશાહીની મજબુતીની મહતા આતંકવાદીઓ સમક્ષ મુકવા માગે છે.
આ પહેલા અમેરિકાના સ્ટેટ સેક્રેટરી હિલેરી ક્લિન્ટન પણ મુંબઈની તાજ હોટલમાં ઉતરી ચૂક્યાં છે. ઉપરાંત ઓબામાની મુલાકાતના સંભવિત આયોજન હેઠળ પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં જે-જે સ્થળોએ તબાહી મચાવી હતી તેમાંથી અમુક સ્થળોની મુલાકાત ઓબામા લે તેવી શક્યતા છે. પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા આતંકવાદીઓમાં 166 લોકોના મોત થયા હતા.
ઉપરાંત, ભારત મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા શીખોના પવિત્ર સ્થાન સુવર્ણ મંદીરની પણ મુલાકાત લે તેવી વકી છે. ઉલ્લેખનીય છેકે, આવતા મહિનાની પાંચમી તારીખે ઓબામા પાંચ દિવસની ભારત યાત્રા પર આવી રહ્યા છે. ગતવર્ષે જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તે પછી ઓબામાની આ પ્રથમ ભારત યાત્રા છે.