અગણિત ભક્તોનું શ્રદ્ધાસ્થાન શિરડીના સાઈબાબા પર હવે એનિમેશન ફિલ્મ બની રહી છે. દિલ્હીના શિરડી સાઈબાબા ફાઉન્ડેશન દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
એનિમેશન ફિલ્મના માધ્યમમાંથી આપણને માણસાઈના પાઠ આપનારા ઈશ્વરની વાત કહેવનાની છે. સાઈબાબાએ સર્વ જાતિ- ધર્મના લોકોને પ્રેમથી, ભાઈચારાથી વર્તવા તેમ જ ભેદાભેદ ન કરવાની શિખામણ આપી હતી. સાઈબાબાના આ જ વિચાર વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના ફદ્દેશથી આ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, એમ શિરડી સાઈબાબા ફાઉન્ડેશને જણાવ્યું હતું.
એનિમેશન ફિલ્મના પ્રદર્શનમાંથી આવનારી આવક સમાજકાર્ય માટે, અનાથ બાળકોના કલ્યાણ માટે ખર્ચ કરાશે, એમ તેમણે જણાવ્યું હતું. સાઈબાબાનો ઈતિહાસ છે તે જ રીતે અનેક દંતકથાઓ પણ છે. આ બધાનો ઉત્તમ મેળાપ કરીને લોકો સુધી સારા વિચારો લઈ જવા માટે એનિમેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એમ ફાઉન્ડેશનના મુખ્ય સંસ્થાપક ઔશિમ ખેત્રપાલે જણાવ્યું હતું.
એનિમેશન ફિલ્મમાં હેમાડપંથી સાઈ સતચરિત્રમાં ૧૭ પાઠનો સમાવેશ હોવાની માહિતી તેમણે આપી હતી. ફાઉન્ડેશને એનિમેશન ફિલ્મ પર કામ કર્યું છે અને નિર્માતાની જવાબદારી ઓરિયેન્ટ ટ્રેડલિંક કંપનીએ પાર પાડી હોવાનું ખેત્રપાલે જણાવ્યું હતું.
આ અગાઉ શિરડી સાઈબાબા ફાઉન્ડેશને સાઈબાબાના જીવનકથન પર કોમિક પ્રકાશિત કરી હતી. આ પુસ્તકની હમણાં સુધી ૫૦,૦૦૦ નકલો વેચાણ થયાની માહિતી ખેત્રપાલે આપી હતી.