એમેનોરા સ્વીટ વોટર વિલાઝમાં ૧૨,૦૦૦ ચોરસ ફૂટ જગ્યાની ખરીદી કરી
અભિનયના શહેનશાહ અમિતાભ બચ્ચન હવે પુણેકર થવાના છે. હડપસર ખાતે એમેનોરા ટાઉનશિપમાં તૈયાર થનારા ‘સ્વીટ વોટર વિલાઝ’ નામના પ્રોજેક્ટમાં અમિતાભ બચ્ચને બંગલો બાંધવા માટે જગ્યા લીધી છે. આવતા વર્ષની અંદર આ જગ્યા ઉપર તેમનો બંગલો તૈયાર થશે, એવી જાણકારી સિટી કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અનિરુદ્ધ દેશપાંડેએ આપી હતી.
દેશપાંડેએ કહ્યું હતું કે, ‘કેટલાક મહિનાઓ અગાઉ અમિતાભ બચ્ચનનો ‘મધુશાલા’કાર્યક્રમ એમેનોરા પાર્ક ટાઉનમાં આયોજિત કરવામાં આવ્યો હતો.એ વખતે બચ્ચને વિલાઝની જગ્યા જોઈ હતી. તેમને એ જગ્યા ગમી હતી એટલે કેટલાક મહિનાઓ અગાઉ તેમના તરફથી ખરીદી બાબતે વાતચીત કરવામાં આવી હતી. બચ્ચને ૧૨,૦૦૦ ચોરસ ફૂટ જગ્યાની ખરીદી કરી છે. બંગલાની અંદરની રચના નક્કી કરવા માટે તેમણે અમારા આર્કિટેકટને બોલાવ્યો હતો.’
આ પ્રોજેક્ટ બાબતે તેમણે કહ્યું હતું કે, ‘પ્રોજેક્ટમાં પર્યાવરણને અનુકૂળ અને પૂરક બને એવી અનેકા બાબતો છે. દરેક પ્લોટને આગવી વન્ડિ-સોલર હાઈબ્રીડ પાવર યંત્રણા બેસાડવામાં આવી છે. તેને પગલે કુદરતી રીતે ઉર્જા ઉત્પાદન કરવાનું શક્ય બનશે.
રસ્તા પરની લાઈટો માટે સૌર વીજળીનો વપરાશ કરાયો છે. ગંદા પાણીના નિકાલ માટે રૂટઝોન પદ્ધતિની યંત્રણા બેસાડવામાં આવશે.’