રાજ્યમાં લોડ શેડિઁગથી પરેશાન થયેલા નાગરિકોને તહેવારોના દિવસોમાં મહાવિતરણ કંપનીએ રાહત આપી છે. લોડ શેડિંગના સમયપત્રકમાં શનિવારથી બે થી ત્રણ કલાકનો કાપ કરવાનો નિર્ણય મહાવિતરણે લીધો છે. આથી લોકોને લોડ શેડિંગમાંથી એટલા કલાકની રાહત મળશે.
હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં ૧૩થી ૧૫ કલાક અને શહેરમાં વિસ્તારોમાં સવાચારથી આઠ કલાકનું લોડ શેડિઁગ કરાય છે. રાજ્યમાં થયેલા પુષ્કળ વરસાદ અને વધેલા વીજળી ઉત્પાદનને પગલે મહાવિતરણે લોડ શેડિંગમાં કપાત કરવાનો નિર્ણય કર્યો છે.
તે અનુસાર શનિવારથી નવું સમયપત્રક લાગુ કરાશે. મહાવિતરણે જણાવ્યા મુજબ ગ્રામીણ વિસ્તારોમાં ૧૦થી ૧૨ કલાક અને શહેર વિસ્તારોમાં પોણા ત્રણથી સાડાછ કલાકનું લોડ શેડિઁગ કરાશે.