મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી માટે ૪૯ ચૂંટણી ચહિનો પસંદ કરવામાં આવ્યાં છે, જેને કારણે ઉમેદવારોમાં કેટલાક અંશે ઠઠ્ઠામશ્કરી તેમ જ ગૂંચવણ પેદા થઈ છે. તેમ છતાં મળેલા ચૂંટણી ચહિનનો પ્રચાર માધ્યમમાં ઉપયોગ કરી આગળ વધવામાં અનેકને યશ પ્રાપ્ત થયો છે, જેમ કે ‘‘બ્રિફકેસ’’ ચહિનમાં વિકાસનો રહસ્યમય મંત્ર અને ‘‘રોડરોલર’’ એટલે ખાડામુકત મુંબઈની કલ્પના સાંકળતો પ્રચાર કરવામાં આવશે.
ખારના એક ઉમેદવારને ‘‘બ્રીફકેસ’’નું ચૂંટણી ચહિન ફાળવાયું છે. આ ચહિનનો પૂરેપૂરો ફાયદો લેવાનું તેણે વિચાર્યું છે. આ ‘‘બ્રીફકેસ’’માંથી વિકાસનો મંત્ર બહાર નીકળી આવશે, એવું તે પ્રચાર સાથે જણાવે છે. આ માધ્યમથી તેણે મુંબઈને ખાડામુકત કરવાનું આશ્વાસન આપ્યું છે.
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા આઠવલે જુથના ઘણા બધા ઉમેદવારોને ‘‘કપ- રકાબી’’ ચૂંટણી ચહિન ફાળવાયું છે.ચૂંટણી પંચે વર્ષ ૨૦૦૭માં મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી અંગેનાં ચૂંટણી ચહિનોમાં કાતર મૂકી છે. હાલમાં આ ચૂંટણી ચહિનોની સંખ્યા ઘણી જ મર્યાદિત કરી છે.