Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Mumbai
 

ઉદ્ધવ પાંચ વર્ષમાં શિવસેનાને ખતમ કરશે: નારાયણ રાણે

 
Source: Bhaskar News, Mumbai   |   Last Updated 2:13 AM [IST](23/10/2011)
 
 
 
 
 
‘શિવસેના પ્રમુખે જે સર્જન કર્યું, તેનું વિસર્જન કરવાનું બિડું ઉદ્ધવ ઠાકરેએ ઉપાડ્યું છે. ઉદ્ધવ ઠાકરે ખરા અર્થમાં ઉદ્ધવસ્ત ઠાકરે હોવાથી તેઓ આવતા પાંચ વર્ષોમાં શિવસેનાને ખતમ કરી નાખશે.’’ એવી આગાહી મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન નારાયણ રાણેએ કરી હતી.

જિલ્લા પરિષદોની આગામી ચૂંટણીના અનુસંધાનમાં રત્નાગિરિ ખાતે કોંગ્રેસી કાર્યકરોના મેળાવડામાં પ્રવચન કરતાં તેમણે શિવસેના ઉપરાંત કોંગ્રેસના મિત્ર પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા. ‘‘મિત્ર પક્ષ કહ્યા તો મિત્રની જેમ વર્તો. ખોટે ખોટા આડા ન ઉતરો. જે મારા રસ્તે આડા ઉતર્યા- અડફેટમાં આવ્યા, એ ખતમ થયા, એવો મારો ૪૫ વર્ષનો અનુભવ છે.’’ એવી ભાષામાં રાણેએ એનસીપીને ચીમકી આપી હતી.

કોંકણ પ્રાંતમાં નારાયણ રાણેના જુથની હરીફાઈમાં એનસીપીનું ભાસ્કર જાધવ જુથ હોવાનું ચિત્ર ઉપસ્થિત થયું છે. આ હરીફાઈના વિવાદના સંદર્ભમાં રાણેએ એનસીપીને લાલબત્તી બતાવી હતી. નારાયણ રાણે પછી તેમના દીકરા સંસદસભ્ય નીલેશ રાણેએ પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસને નિશાન બનાવીને શબ્દ બાણ માર્યા હતા. નીલેશે તો રીતસર કોંગ્રેસી કાર્યકરોને એનસીપી વિરોધી સૂત્ર આપતાં કહ્યું ‘પ્રથમ બારામતી જાળવો, પછી કોંકણ તરફ જુઓ.’
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.