સંત ગાડગે મહારાજ ચોક- વડાલા- ચેમ્બુર માગ પર શરૂ થનારી મુંબઈની પહેલી મોનોરેલ મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને હાર્બર લાઈન સાથે હાથમાં હાથ પરોવીને ચાલશે. પશ્ચિમ રેલવે માર્ગ પર મહાલ-મી, મઘ્ય રેલવે પર કરી રોડ અને પરેલ તેમ જ હાર્બર માર્ગ પર વડાલા રોડ અને જીટીબી નગર રેલવે સ્ટેશનો સાથે મોનોરેલનાં સ્ટેશનો અને માર્ગ જોડાવાનાં હોઈ સંત ગાડગે મહારાજ ચોકથી વડાલા આ તબક્કામાં ૧૦ અને વડાલાથી ચેમ્બુર આ તબક્કામાં ૭ એમ કુલ ૧૭ સ્ટેશન મોનોરેલના માર્ગમાં આવશે.
મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણના સહ પ્રકલ્પ સંચાલક (જનસંપર્ક) દિલીપ કવઠકરે જણાવ્યું હતું કે પ્રચંડ સંખ્યામાં સાર્વજનિક પરિવહન કરનારી યંત્રણા ઉપનગરીય રેલવે માર્ગને જોડનારો આ પ્રથમ પ્રકલ્પ છે. પ્રવાસીઓનું વધતું પ્રમાણ અને ગિરદીના સમયમાં ટ્રાફિક ગીચતાને કારણે નિષ્પ્રભ ઠરનારી સાર્વજનિક બસ સેવાને કારણે આ માર્ગ પરથી ત્રાસ વિના અને સહજ પ્રવાસ કરવો મુશ્કેલ બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ઉપલબ્ધ થયેલી મોનોરેલને કારણે પ્રથમ તબક્કો ૨૫ મિનિટમાં ને બીજો તબક્કો ૧૯ મિનિટમાં પાર કરી શકાય એવી અપેક્ષા છે.
મોનોરેલની ડિઝાઇન સ્પીડ કલાક દીઠ ૮૦ કિમી છે. દરેક સ્ટેશન પર પ્રતિજ્ઞા સમય ધ્યાનમાં લેતાં આ ટ્રેન સામાન્ય રીતે પ્રતિ કલાક ૩૧ કિમી ગતિએ દોડી શકશે. મુંબઈગરાની સેવા માટે મોનોરેલ સવરે ૫થી મધરાત સુધી દોડશે. સંત ગાડગે મહારાજ ચોકથી વડાલા આ પ્રથમ તબક્કામાં કુલ અંતર ૧૧.૨૮ કિમી છે અને વડાલાથી ચેમ્બુરનું અંતર ૮.૨૬ કિમી છે. ભવિષ્યમાં આ વિસ્તારમાં વધનારા ટ્રાફિકનો અંદાજ જોતાં ૨૦૧૬માં પીક-અવર પર ડિરેક્સન ટ્રાફિકનું પ્રમાણ ૭૫૦૦ સુધી જશે. એ જ રીતે દર દિવસે આ માર્ગ પર ૧.૨૫ લાખ વાહનો અવરજવર કરી શકશે એવી અપેક્ષા છે.
મેસર્સ લિ. એસોસિયેટ્સ, સાઉથ એશિયા પ્રાઈવેટ લિ.એ મોનોરેલનો મુખ્ય નકશો તૈયાર કર્યો હોઈ ૨૦૨૧ અને ૨૦૩૧માં આ વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ, હાલ અને ભવિષ્યમાં નવેસરથી ઊભાં થનારાં વેપારી અને ઔદ્યોગિક કેન્દ્રો, વિકસિત થનારાં વિકાસ કેન્દ્રો અને આ વિસ્તારમાં પુનર્વિકાસની શક્યતા વગેરે બાબતોનો વિચાર આ યોજનામાં કરવામાં આવ્યો છે.
મોનોરેલ માટે મુલુંડથી બોરીવલી (૩૦ કિમી), વિરાર રેલવે સ્ટેશનથી ચખિલડોંગરી ભાડેપટ્ટા ગૃહ યોજના (૪.૬ કિમી), લોખંડવાલા- સીપ્ઝ- કાંજુરમાર્ગ (૧૩.૧૪ કિમી), થાણે/ નૌપાડા- ભિવંડી- કલ્યાણ (૨૫ કિમી), કલ્યાણ- ઉલ્હાસનગર- ડોંબિવલી (૨૬.૪ કિમી), ઘાટકોપર- કોપરખૈરણે (૧૫.૭૨ કિમી) અને મહાપે- શીળ ફાટા- કલ્યાણ (૨૧.૧ કિમી) સાથે સાત માર્ગ નક્કી કરવામાં આવ્યા છે.
કુલ ૧૩૫ કિમી અંતરની મોનોરેલનું જાળું ૨૦૧૧થી ૨૦૩૧ સુધી તબક્કાવાર વિકસિત કરાવાનું હોઈ તે માટે R ૨૦,૦૦૦ કરોડનો ખર્ચ થવાની અપેક્ષા છે.