મેટ્રો ટ્રેનને સુરક્ષા પૂરી પાડવા માટે મહારાષ્ટ્ર સરકારે સિંગાપોરની સરકારી ઉપક્રમ પેઢી સાથે સમજુતી કરાર પર સહીસિક્કા કર્યા છે.
૨૦૦૬માં મુંબઈની લોકલ ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બધડાકા થયા હતા, જેને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનની સુરક્ષામાં કોઈ ખામી નહીં રહી જાય તેની તકેદારી રાખવા આ પગલાં લેવાઈ રહ્યાં છે, એમ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે જણાવ્યું હતું.સિંગાપોરની સરકારી ઉપક્રમ પેઢી મિનોટા મેટ્રો ટ્રેનની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી સંભાળશે, એમ તેમણે જણાવ્યું હતું. તેઓ અહીં ભંડારા અને ગોંદિયામાં યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા છે.
મુંબઈમાં મોનો અને મેટ્રો રેલનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે અને તે ૨૦૧૨ તથા ૨૦૧૪માં અનુક્રમે પૂરું થશે. આથી તેની સુરક્ષાની ચિંતા હતી, જેનું હવે નિવારણ આવી ગયું છે, એમ તેમણે જણાવ્યું હતું.