મહારાષ્ટ્ર એડમિનસ્ટિ્રેટિવ ટ્રિબ્યુનલ (મેટ)ની મુંબઈ ખંડપીઠે સાર્વજનિક આરોગ્ય ખાતા અંતર્ગત વિવિધ સરકારી મેડિકલ કોલેજોમાંના મેડિકલ ઓફિસર્સની બદલી રદ કરવાનો આદેશ તાજેતરમાં આપ્યાની પાર્શ્વભૂ પર નાગપુર ખંડપીઠે પણ બે પ્રકરણે નિરાકરણ લાવતાં એકંદર ૪૦ મેડિકલ ઓફિસર્સને નાગપુરની મેડિકલ કોલેજોમાં પાછા મોકલી આપ્યા છે. ખંડપીઠના આ નિર્ણયને કારણે રાજ્યભરના ૨૮૦ તબીબોને લાભ થયો છે.
મુંબઈ અને નાગપુર ઉપરાંત પુણે અને ઔરંગાબાદની મેટ ખંડપીઠે પણ મેડિકલ ઓફિસર્સને આશ્વાસન આપ્યું છે.
આમાં નોંધવા જેવી બાબત એ છે કે મેટ સમક્ષ કેફિયત રજુ ન કરનારા મેડિકલ ઓફિસરોને આ આદેશથી લાભ થયો છે. તેમને બદલી બાદ કાર્યમુક્ત કરવામાં આવ્યા નહોતા અથવા તો તેમણે બદલીના સ્થળે સૂત્રો સ્વીકાર્યાં નહોતાં. નાગપુરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પંદર પૈકીના અગિયાર મેડિકલ ઓફિસર્સે મેટ સમક્ષ દોટ મૂકી હતી.
ટ્રિબ્યુનલે કોલેજમાં એકથી ત્રણ વર્ષની સેવા બજાવનારાને અને આરોગ્યનાં કારણોસર સ્થગિતી માગનારાને પણ આશ્વાસન આપ્યું છે. પ્રશાસને બદલી પામેલા સર્વે મેડિકલ ઓફિસર્સને બદલીના સ્થળે જવા માટે છુટા કર્યા હતા. પરિણામે કોલેજોએ ખાલી પડેલી જગ્યા ભરવા માટે ઈન્ટરવ્યુ પણ લીધા હતા. પરંતુ બદલી પામેલા મેડિકલ ઓફિસર્સ પાછા આવી રહ્યા હોઈ તેમાં પ્રથમ શ્રેણીના ડૉ. પ્રમોદ સોનુને અને ડૉ. ઉમેશ ખાડેનો સમાવેશ થાય છે. જનસંપર્ક અધિકારી ડૉ. એમ. એમ. બોરકર અને અન્ય અધિકારી પણ નાગપુર કોલેજમાં પાછા આવી રહ્યા છે.
આરોગ્ય સચિવે આ પ્રશ્ને થોડોક સમય રોકાઈ જવાનું જણાવતાં નાગપુરની ઈંદિરા ગાંધી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજે કોઈ પણ મેડિકલ ઓફિસરને કાર્યમુક્ત કર્યા નહોતા. આ કોલેજના ડૉ. જી. એમ. રાઠોડ, ડૉ. એસ. કે. જાધવ, ડૉ. વી. પી. માથને, ડૉ. મોહંમદ રહીમ અને ડૉ. એમ. જી. દુબેવારે મેટી સમ-ા જઈને સ્થગિત મેળવી હતી.
મુંબઈ વિદ્યાપીઠના ૨૩ અને ૨૮ જુલાઈના આદેશ આધારિત ૪૯ અરજદારોના બદલી આદેશ રદ કરવામાં આવ્યા છે અને રાજ્ય સરકારનો ૩૧ મે, ૨૦૧૦નો આદેશ પણ રદ કરવામાં આવ્યો છે તેમ જ રાજ્ય સરકારનો ૩૧ મે, ૨૦૧૦નો આદેશ પણ રદબાતલ કરવામાં આવ્યાનું મેટની નાગપુર ખંડપીઠે જણાવ્યું હતું.