એર ઈન્ડિયાની મુંબઈ-નાગપુર ફ્લાઈટે આજે અહીં બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર ભસતા હરણને કચડીને મોતને ઘાટ ઉતાર્યું હોવાનું એરપોર્ટનાં વર્તુળોએ જણાવ્યું હતું.
વર્તુળોએ જણાવ્યું હતું કે આ બનાવ આજે સવારે બન્યો હતો. એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ ૬૨૮એ હરણને કચડી નાખ્યું હતું, પરંતુ તેણે સલામતીપૂર્વક ઉતરાણ કર્યું હતું. જો કે એર ઈન્ડિયાનો સંપર્ક કરાતાં તેણે જણાવ્યું હતું કે તેને આવા કોઈ બનાવની જાણ નથી.
કોઈ જંગલી પ્રાણી એરપોર્ટના રનવે પર ભૂલથી આવી ચડ્યું હોય અને તેનાથી ખલેલ પહોંચી હોય તેવો એક સપ્તાહમાંનો આ બીજો બનાવ છે. ગત સપ્તાહે આવી રહેલી ફ્લાઈટનાં પૈડાં નીચે બે જંગલી રિછો આવી ગયાં હતાં.