નાગપુરમાં ગેરકાયદે રહેનારા ૨૮ બાંગ્લાદેશી નાગરિકોની મહારાષ્ટ્રની એન્ટી ટેરરીઝમ સ્કવોડે (એટીએસ) નાગપુરથી ધરપકડ કરી હતી. એટીએસના અધિકારીએ આપેલી માહિતી અનુસાર એટીએસ છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશથી આવેલા નાગરિકોની હિલચાલ ઉપર દેખરેખ રાખી રહી હતી. તેઓની કામગીરી શંકાસ્પદ હોઈ અને તેઓ અહીં ગેરકાયદે રહેતા હોવાને કારણે તેઓની નાગપુરના વિવિધ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ભારત દેશમાં રહેવા માટેના જરૂરી દસ્તાવેજો તેમની પાસે ન હોઈ તેઓની વિદેશી કાયદાની ૧૯૪૬ (૧૪) અને ૧૯૫૦ કલમ હેઠળ ભારતમાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.