- હેરાન પરેશાન થઇ ગયા લોકો, તંત્ર ઊંધા માથે લાગી ગયું કામે
- સોમવારે સવારે બની ઘટના
- ઝડપથી ઉડતો જઇ રહેલો કાગડો વીજળીના તાર સાથે ટકરાયો
- શોટસર્કીટના કારણે તાર તૂટી પડ્યો
મુંબઇમાં લોકલ ટ્રેનથી દરરોજ પોતાના નોકરી-ધંધા પર જનારા લાખો લોકોએ સોમવારે બે કલાક માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. રેલ સેવામાં આ અડચણ એક કાગડાના કારણે આવી.
થયું એવું કે ઝડપથી ઉડીને જઇ રહેલો કાગડો વીજળીના તાર સાથે ટકરાઇ ગયો. જેના લીધે તે ત્યાં જ સળગી ગયો. સોમવારે સવારે 7.30 વાગ્યે દક્ષિણ મુંબઇમાં મરીન લાઇન સ્ટેશન પર રેલના પાટાઓ નજીકના તાર પાસેના થાંભલા પર તેનું શબ લટકતું જોવા મળ્યું હતું.
અધિકારીએ કહ્યું કે "ઝડપથી ઉડતો કાગડો વીજળીના તાર સાથે ટકરાયો, જેના લીધે શોટ સર્કિટ થયો અને તારનો એક ભાગ તૂટી ગયો."
આ કારણોસર અનેક ટ્રેનો રદ તો ન કરાઇ પરંતુ સ્પીડમાં પસાર થતી ટ્રેનોને ધીમી ગતિમાં બદલી નંખાઇ. જેનાથી રેલ સેવામાં 30 મિનિટ સુધી અડચણો આવી. આ ઘટના બાદ તરત જ રીપેરીંગ કામ શરૂ કરી દેવાયું અને બે કલાક બાદ રેલ સેવા પહેલા જેવી થઇ ગઇ.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.