છેલ્લા દસ મહિનાના સમયગાળામાં દેશભરમાં ૨૬૮ દીપડાઓના જુદાં જુદાં કારણોસર મોત થયાની માહિતી મળી આવી છે. જોકે આ પૈકીના ૧૨૨ દીપડાઓનાં મોત કુદરતી રીતે થયાં હતાં, જ્યારે બાકીના શિકાર બન્યા હતા. મહારાષ્ટ્રમાં મોતના મુખમાં ધકેલાયેલા દીપડાઓની સંખ્યા ૩૬ છે.
કેન્દ્ર સરકાર વાઘની ઘટતી જતી સંખ્યા બાબતે ચિંતિત છે ત્યારે દીપડાઓના શિકારની વધી રહેલી સંખ્યા પણ ચિંતાનો વિષય છે. વાઘ અને દીપડા જૈવ વિવિધતાના પ્રતિક મનાય છે. આને કારણે વનપ્રેમીઓ દીપડાઓનાં મોત બદલ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વન વિભાગને નુકસાન ભરપાઈનો બદલો ત્વરિત આપવામાં આવતાં શિકારીઓની સંખ્યા ઓછી થાય તેમ મનાય છે. વન પ્રાણીઓના શિકાર કરવા માટે સ્થાનિક સંઘટિત શિકારીઓ સર્વત્ર સક્રિય હોય છે.
દીપડા અને માનવ સંઘર્ષમાંથી પાલતુ પ્રાણીઓને પણ ભય નિર્માણ થાય છે. આ ડરને જ કારણે અનેક સ્થળે ગામવાસીઓ દ્વારા વિષયપ્રયોગ, વીજતાર છોડવામાં આવે છે. પરિણામે દીપડાઓને જીવ ગુમાવવાનો આવે છે. દીપડાઓ અન્ન અને પાણીની શોધમાં માનવ વસાહતમાં ચાલ્યા આવે છે. આ પ્રમાણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેકગણું વધી રહ્યું છે, જેને કારણે અનેક સ્થળોએ દીપડા અને ગામવાસીઓ વચ્ચે સંઘર્ષ જોવામાં આવે છે. આને કારણે પણ દીપડાઓ મરણશરણ થાય છે.
ગયા વરસે દેશમાં ૨૯૦ દીપડાઓ મરણ પામ્યાં છે. દીપડાઓનાં મોત આ માનવ વસાહતમાં પ્રવેશ, વિષપ્રયોગ અથવા વીજપ્રવાહને કારણે થાય છે. ઉપરાંત કેટલીક વખત લાભ ખાટવા તેના શિકાર કરવામાં આવે છે. વનમાં વહિરતાં આ પ્રાણીઓ આકસ્મિકપણે મોતને પણ ભેટે છે.
ગયા વરસે મોતને શરણ થયેલા ૨૯૦ પૈકીના ૧૬૧ દીપડાઓ શિકારી બન્યા હતા, જ્યારે ૧૨૯ દીપડાઓનાં મોત કુદરતી રીતે થયા હતા, એવી માહિતી વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન સોસાયટી ઓફ ઈન્ડિયાએ આપી હતી.