- ગિનીઝ બુકમાં નામ નોંધાવનારી જ્યોતિ મનસે માટે કરે છે પ્રચાર
- માત્ર 2 ફૂટ, 6 ઇંચની ઊંચાઇ ધરાવે છે જ્યોતિ
- તાજેતરમાં જ ગિનીઝ બુકમાં નોંધાયું હતું નામ
- જ્યોતિને બહુ પ્રખ્યાત થઇ જવાનો સતાવે છે ડર
વિશ્વની સૌથી નાની યુવતી તરીકે ગિનીઝ બુકમાં નામ નોંધાવનારી જ્યોતિ હવે વિશ્વની સૌથી નાની ચૂંટણી પ્રચારક પણ બની ગઇ છે.
માત્ર 62.8 સેમી. (2 ફૂટ, 6 ઇંચ)ની ઊંચાઇ ધરાવતી જ્યોતિ આમગે મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઉમેદવારો માટે પ્રચાર કરતી જોવા મળી હતી.
ગત ડિસેમ્બર માસમાં તેના જન્મદિન પર જ જ્યોતિનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં વિશ્વની સૌથી નાની યુવતી તરીકે નોંધવામાં આવ્યું હતું.
મુંબઇમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 7 ફૂટ, 1 ઇંચની ઊંચાઇ ધરાવતા એક યુવકે તેને ઊંચકી લીધી હતી. જ્યારે તેને પ્રચાર માટે લઇ જવાઇ ત્યારે ત્યાં હાજર રહેલા લોકોએ તેને ચીયર્સ કરીને વધાવી લીધી હતી.
જ્યોતિને પોતે બહુ પ્રખ્યાત બની જવાનો ડર પણ સતાવે છે. તે કહે છે કે "બહુ પ્રખ્તાત થવાનું નુકસાન એ છે કે તમે ગમે ત્યાં જાઓ લોકોના ટોળા તમારી આસપાસ વિંટળાઇ જાય છે. તેમાંના ઘણા વેધક પ્રશ્નો પૂછે છે. જો હું વિશ્વની સૌથી નાની યુવતી ન હોત તો હું આટલી પ્રખ્યાત પણ ન હોત."
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.