રાંચીથી મુંબઈ જઈ રહેવા જેટલાઈટ કંપનીના વિમાનનું રવિવારે સવારે નાગપુર એરપોર્ટ ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ‘ટીમ અણ્ણા’ના મોખરાનાં કાર્યકર કિરણ બેદી આ જ ફ્લાઈટમાં પ્રવાસ કરતા હતા.
જેટલાઈટની આ ફ્લાઈટ સવારે ૯:૪૫ વાગ્યે રાંચીથી મુંબઈ જવા રવાના થયું હતું, પણ લગભગ અડધો કલાકના પ્રવાસ બાદ વિમાનના એન્જિનમાં બગાડ થયો હોવાનું પાયલટના ધ્યાન પર આવ્યું હતું. પાયલટે સાબદા રહીને નાગપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર એરપોર્ટનો સંપર્ક કર્યો હતો અને તમામ જણકારી આપી હતી તેને પરિણામે વિમાનનું સાવધાનીપૂર્વક લેન્ડિંગ કરાવાયું હતું. વિમાનના તમામ પ્રવાસીઓ સલામત હોઈને તે સૌને બીજી ફ્લાઈટ દ્વારા મુંબઈ રવાના કરવામાં આવ્યા હોવાનું જેટલાઈટના સૂત્રોએ જણાવ્યું હતું.
‘ટીમ અણ્ણા’નાં આગળ પડતાં કાર્યકર કિરણ બેદી આ ફ્લાઈટથી આવી રહ્યાં હતા. તેઓ એક ટોક શોમાં હિસ્સો લેવા માટે જમશેદપુર ગયા હતા. આ કાર્યક્રમમાં હિસ્સો લીધા બાદ તેઓ વ્લર્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં હાજરી આપવા મુંબઈ આવવા નીકળ્યા હતા. સાવધાનીથી લેન્ડિંગ કરનારા પાયલટની તેમણે પણ પ્રશંસા કરી હતી.