આધુનિક તંત્રજ્ઞાનને લીધે ચૂંટણી પ્રક્રિયાને વેગ મળવા સાથે પારદર્શકતા પણ આવી છે. એ જ રીતે ઈન્ટરનેટ બેન્કિંગ પ્રમાણે ઈન્ટરનેટ વોટિંગ પણ શક્ય બની શકે છે, એમ રાજ્યપાલ કે. શંકરનારાયણને મંગળવારે જણાવ્યું હતું.
રાજ્યપાલને હસ્તે ચૂંટણી પંચની વેબસાઈટનું ઉદઘાટન અને બોધચહિનનું અનાવરણ પુણે ખાતે રાજ ભવનના યશદા હોલમાં થયું તે સમયે તેઓ બોલતા હતા. રાજ્ય ચૂંટણી કમિશનર નીલા સત્યનારાયણ આ પ્રસંગે ઉપસ્થિત હતાં.
રાજ્ય ચૂંટણી પંચ લોકશાહીની દ્રષ્ટિએ એક મહત્વનો આધારસ્તંભ હોવાનું કહીને રાજ્યપાલે કહ્યું હતું કે બોધચહિન અને વેબસાઈટને લીધે પંચની પ્રતિમા જનતાના મનમાં ઊંડે ઊતરશે. આ સાથે ભાષાના અવરોધ દૂર થઈને પંચ અસંખ્ય લોકો સુધી પહોંચી શકશે.