પુણે સ્થિત વિમાનનગર વિસ્તારમાંથી સોમવારે રાતે જે કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતું તે અંકિતા ભરત કોળી (૭)નો મૃતદેહ બુધવારે સવારે વિશ્રાંતવાડી વિસ્તારમાંથી સાંપડ્યો હતો. પોલીસે મૃતદેહનો તાબો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોસ્ટમોર્ટમનો અહેવાલ આવ્યા બાદ જ હત્યાનું ખરું કારણ જાણવા મળી શકે એમ છે, એમ પોલીસ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.
અંકિતા બાંધકામ મજુરીનું કામ કરતા દગિંબર પતંગની સંબંધી હતી અને તે છેલ્લાં પાંચ વર્ષથી તેની સાથે રહેતી હતી. સોમવારે રાતે દોઢ વાગ્યે અંકિતા ઘરમાં નહોતી દેખાઈ. ત્યાર બાદ પતંગ દંપતીએ આસપાસના વિસ્તારોમાં અંકિતાની શોધ આદરી હતી પરંતુ તે ક્યાંય મળી નહોતી.