શનિવારે સાંજે ટ્રેન બેઠાં બેઠાં તેઓ બેભાન થઈ ગયા હતાંભાસ્કર ન્યૂઝ. નાગપુર
બરોડાના ૫૩ વર્ષીય બિલ્ડર તથા હોેટેલિયરનું શનિવારે ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસમાં બેઠાં બેઠાં જ મોત નીપજ્યું હતું.
બરોડાના રહેવાસી રાજેંદ્ર નાનુભાઈ પટેલ (ઉ.વ.૫૩) મુંબઈમાં કામ આટોપીને શનિવારે મુંબઈ સેન્ટ્રલથી સાંજે ૫.૪૦ કલાકે ઊપડતી ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેન પકડવા માટે આવ્યા હતા.તેઓ દેખીતી રીતે જ બરોડા જવાના હતા. જોકે તેઓ બી-૫ ટ્રેનમાં સીટ નં. ૪૧ ઉપર બેઠા હતા અને ત્યાં જ સૂઈ ગયા હતા. એક પ્રવાસીને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી, એમ મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસના અધિકારી સંજય બોપળેએ જણાવ્યું હતું.
રાજેન્દ્ર બેભાનાવસ્થામાં હતા. તેમને તાત્કાલિક નાયર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા, એમ સ્થાનિક સમાજસેવક કિશોર ભટ્ટે જણાવ્યું હતું.
રાજેન્દ્ર પટેલનો બરોડામાં નટરાજ સોસાયટી નં. ૧, ડિલક્સ સોસાયટીની બાજુમાં નિઝામપુરા, બરોડા-૨ના રહેવાસી હતા. તેમનો બાંધકામ અને હોટેલનો મોટો વેપાર છે. તેમના કુટુંબીઓને જાણ કરી દેવાઈ છે. તેમના મુંબઈના મિત્ર રેલવે પોલીસના આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર શેંદ્રે ઘટનાની જાણ થતાં જ દોડી આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.