ગુરુવારે કોલ્હાપુર શહેરની રુઈકર કોલોની સામેની કોલેજમાં સાઈકલ પર જતી એક વિદ્યાર્થિનીને એક ટ્રકે અડફેટમાં લીધા બાદ રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો.
ગુરુવારે સવારે સાડા અગિયાર વાગ્યે આ ઘટના ડી. વાય. પાટીલ જુનિયર કોલેજ પાસે બની હતી.સોનિયા દીપક દુર્ગળે સાઈકલ પર કોલેજમાં જતી હતી ત્યારે સામેથી પૂરપાટ દોડતી આવતી ટ્રકે તેને ઉડાવી હતી. સોનલ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. આ ઘટનાને પગલે એ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી.