Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Vishesh
 

તાજથી ટીશર્ટ સુધી ઓબામા છવાયા

 
Source: Bhaskar News, Mumbai   |   Last Updated 3:29 AM [IST](04/11/2010)
 
 
 
 
 
- હોટેલ તાજમહલમાં ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલામાં નુકસાન પામેલા પ્રેસિડેન્શિયલ સુટનું નવસર્જન પૂર્ણ થયું છે તેના પ્રથમ નિવાસી ઓબામા દંપતી બનશે

હોટેલ તાજ મહાલના નવા સજાવાયેલા પ્રેસિડેન્શિયલ સુટમાં સૌપ્રથમ રહેવાનું માન અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાને ફાળે જશે. આગામી ૬ નવેમ્બરે તેઓ મુંબઈ આવશે ત્યારે તાજ હોટેલના આ રૂમમાં રહેશે, એવી માહિતી ઓબામાના સ્વાગતની તૈયારી સાથે સંકળાયેલી એક વ્યક્તિએ આપી હતી.

આ પ્રેસિડેન્શિયલ સૂટ તાજ હોટેલની જુના ભાગ (વિંગ)ના ભાગરૂપ છે. હોટેલનો આ ભાગ ત્રાસવાદીઓએ વર્ષ ૨૦૦૮ની ૨૬ નવેમ્બરથી સતત ત્રણ દિવસ કરેલા હુમલામાં ભારે નુકસાન પામ્યો હતો અને એ હુમલામાં ૧૬૦થી વધુ લોકો માર્યા ગયા હતા. યોગાનુયોગ આ જુની વિંગનું નવસર્જન પૂર્ણ થયું એ જ વખતે અમેરિકી પ્રમુખ અને તેમના કાફલાનું આગમન થયું છે.

અત્યાર સુધીમાં અમેરિકી ગુપ્તચર સેવાના ૧૦૦ અધિકારીઓ મુંબઈ પહોંચ્યા છે. તેઓ સુરક્ષા વ્યવસ્થા માટે મુંબઈ પોલીસની સાથે મળીને કામ કરી રહ્યા છે. બે દિવસો દરમિયાન ઓબામા જે સ્થળોની મુલાકાત લેશે, એ તમામ -ક્ષેત્રોમાં જડબેસલાક બંદોબસ્ત રખાશે.

નવી દિલ્હી ખાતે અમેરિકન રાજદૂતાલયના પ્રવકતાએ જણાવ્યું હતું કે ‘‘યુએસ પ્રેસિડેન્ટની સલામતી વ્યવસ્થા અંગે અમેરિકી સરકાર તરફથી કોઈ ટિપ્પણ કરવામાં નહીં આવે.’’

ઓબામાની યાત્રાને પગલે મુંબઈમાં તૈનાત કરાશે ૩૦૦ શાર્પ શૂટર

સંતોષ ઠાકુર: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રા દરમિયાન જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા માટે મુંબઈમાં ત્રણસો શાર્પ શૂટર તૈનાત કરવામાં આવશે. મુંબઈ પોલિસના આગ્રહ બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ શાર્પ શૂટર પૂરા પાડ્યા છે. આ જવાનોને મુંબઈની તે હાઈરાઈઝ બિલ્ડિંગો પર તૈનાત કરાશે જ્યાંથી ઓબામાનો કાફલો પસાર થશે. ગૃહ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, મુંબઈ પોલિસના આગ્રહને પગલે મંત્રાલયે એનએસજી અને અર્ધસૈનિક દળોના કમાન્ડોને ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.

ઓબામાના જ્યાં કાર્યક્રમો હશે ત્યાં પણ આ શાર્પ શૂટરને હાજર રખાશે. અધિકારીએ જણાવ્યું કે,ઓબામાની સાથે અત્યાધુનિક હથિયારોથી સજ્જ લગભગ ૩૦૦ અમેરિકન કમાન્ડો પણ આવી રહ્યા છે. મુંબઈ પોલિસ અને તેમના કમાન્ડોની એક મોટી ટૂકડી પણ અમેરિકન કમાન્ડોની સાથે-સાથે રહેશે.

શહેરમાં ઓબામા ટી શર્ટસનો ભારે ક્રેઝ

મુંબઈ: અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની મુંબઈની મુલાકાત પૂર્વે શહેરના ટીનેજર્સ તેમની તસવીર અને લખાણો ધરાવતા ઓબામા ટી શર્ટસ મેળવવા કતારો લગાવી રહ્યા છે. આ વિશ્વનેતાની તસવીર અને લખાણોવાળાં ટી શર્ટસ કોલાબા ખાતેની એક કાપડની દુકાનમાં મૂકાયા છે. આ ટી-શર્ટસ ઓક્ટોબર મહિનામાં વેચાણ માટે મુકાયા ત્યારથી અત્યાર સુધીમાં અપેક્ષા કરતાં અનેક ગણા લોકપ્રિય નીવડયા હોવાનું દુકાનમાલિક સેબરાજ પંજાબીએ જણાવ્યું હતું. કોઈ રાજકીય મહાનુભાવની તસવીર ધરાવતું પ્રોડકટ આ દુકાને પહેલી જ વખત બહાર પાડ્યું છે.

ઓબામા દંપતી હેલિકોપ્ટરમાં કોલાબા જશે

ઓબામા દંપતી, શનિવારે બપોરે મુંબઈ વિમાનમથકે ઊતરશે અને ત્યાંથી હેલિકોપ્ટરમાં કોલાબા ખાતે હોટેલ તાજની નજીકના સ્થળે ઊતરશે. હોટેલ તાજ ખાતે તેઓ ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલામાં બચી ગયેલા લોકોને મળશે અને એ હુમલામાં માર્યા ગયેલાઓના હોટેલ ખાતેના સ્મારક પર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.