મુંબઈ: કાંદિવલી ફ્રેન્ડશિપ ક્લબમાં જોડાવાને નામે છેતરપિંડી કરવા સંબંધે ક્રાઈમ બ્રાન્ચે અનિલકુમાર મૌર્યની ધરપકડ કરી છે, જ્યારે તેના ચાર સાગરીતની શોધ આદરી છે. કાંદિવલીના મહાવીરનગરમાં રહેતા એક શખ્સે ફ્રેન્ડશિપ ક્લબ વિશે જાહેરખબર જોઈને તેમાં આપેલા નંબર ઉપર ફોન કર્યો હતો.
ફોન પર તેને એવું જણાવવામાં આવ્યું હતું કે આ ક્લબમાં જોડાવા માટે સૌપ્રથમ R ૪૦૦૦ ભરવા પડશે. આ પછી તેને મનોરંજન સાથે તેનાં નાણાં પર આકર્ષક વળતર પણ મળશે. આ રીતે સમયાંતરે તેની પાસેથી R ૧૩ લાખ પડાવી લીધા હતા.
જોકે પોતાની સાથે ઠગાઈ થઈ રહી છે એવું ધ્યાનમાં આવતાં જ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે એકની ધરપકડ કરી છે.