ફ્રેન્ચ નૌકાદળનું યુદ્ધ જહા ‘દુપ્લી’ હાલ મુંબઈની મુલાકાતે આવ્યું છે. ‘દુપ્લી’ જહાજની સાથે ભારતીય નૌકાદળની ફ્રિગેટ ‘આઈએનએસ બ્રહ્નપુત્રા’ અને સબમરીન ‘આઈએનએસ અંકુશ’ની સંયુક્ત યુદ્ધ કવાયતો યોજાશે.
ફ્રેન્ચ યુદ્ધ જહાજ ‘દુપ્લી’ના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન બનૉર્ડ વેલી, ‘આઈએનએસ બ્રહ્નપુત્રા’ના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન સુરેન્દ્ર આહૂજાને મળ્યા હતા અને વિવિધ સંબંધિત વિષયો પર ચર્ચા કરી હતી. દુપ્લી, આઇએનએસ બ્રહ્નાપુત્રા અને અંકુશની સંયુક્ત કવાયતો આગામી અઠવાડિયામાં યોજાવાની સંભાવના છે.