ગઢચિરોલી જિલ્લાના ધાનોરા વિસ્તારમાંથી પોલીસ સાથે સામસામા થયેલા ગોળીબાર બાદ શુક્રવારે ચાર નકસલવાદીઓની ધરપકડ કરવામાં મહારાષ્ટ્રની પોલીસને સફળતા મળી હતી.
ગઢચિરોલી મહારાષ્ટ્રમાં નકસલવાદીઓનું વડુંમથક છે. જોકે ધરપકડ કરાયેલા ચારેય નકલવાદીઓની ઓળખ પોલીસે આપી નહોતી.
પોલીસ સાથે જે વિસ્તારમાં નકસલવાદીઓની ઝપાઝપી થઈ હતી તે વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ પોલીસને ૧૧ એસએલઆર, દેશી બનાવટની એક પિસ્તોલ અને મોડિફાય કરાયેલી ૩૦૩ રાઈફલ મળી આવી હતી. રાજ્ય પોલીસે નકસલવાદીઓ સામેની કાર્યવાહી ઝડપી બનાવી હતી જેને પગલે તેને સફળતા મળી હતી.