પરંતુ હવે જેલના સિળયા ગણવાનો વારો આવ્યો છે. ૧૦ વર્ષના બાળકનું અપહરણ કરવા સંબંધે ટ્રોમ્બે પોલીસે બરક્તઅલી પઠાણ અને તેની પત્ની સલમા પઠાણ ઉર્ફે કૃષ્ણ દેવી (૨૩)ની છેક દિલ્હીથી ધરપકડ કરીને બુધવારે મુંબઈની કોર્ટમાંથી રિમાંડ લીધા છે.
૧૦ ઓગસ્ટે આરોપીઓએ વિક્રોલીના બાંધકામના સ્થળેથી સાથી મજુરના ૧૦ વર્ષના પુત્રનું અપહરણ કર્યું હતું. આરોપીઓ સાથી મજુરો દશરથ અને પારુ વાનખેડેને ઓળખતાં હતાં. બંને કુટુંબનું એકબીજાના ઘરમાં આવવાનું જવાનું હતું. વિક્રોલીની મહારાષ્ટ્ર નગરમાં તેઓ બાંધકામના સ્થળે કામ
કરતા હતા.
પઠાણના કુટુંબી રાજસ્થાનમાં રહે છે. પઠાણની પત્નીને પહેલાં લગ્નથી ત્રણ બાળક જન્મ્યાં હતાં, પરંતુ ત્યાર બાદ તેણે વંધ્યીકરણ કરાવી લીધું હતું. બીજી બાજુ પઠાણના કુટુંબીઓની રાજસ્થાનમાં ૧૫ એકર જમીન હતી, જે જગ્યા બરક્તને પુત્ર નહીં થાય તો હાથમાંથી સરી પડે તેમ હતી. આથી પઠાણ દંપતીએ સાથી મજુરના જ બાળકનું અપહરણ કર્યું હતું.પોલીસે દિલ્હી જઈને આરોપીઓની ધરપકડ કરી છે.