એન્જિનિયરિંગ ડિગ્રી અભ્યાસક્રમ માટે આ વખતથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ નિયમ ખાનગી અનુદાનિત સરકારી ગ્રાન્ટ મેળવનારી અને બિન અનુદાનિત (સરકારી ગ્રાન્ટ વિના ચાલતી) ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ અનેઈજનેરી કોલેજોને લાગુ કર્યો છે.
ગયા વર્ષે સરકારે અનુદાનિત અને બિન અનુદાનિત એમ બંને શ્રેણીઓમાં ઓનલાઈન પ્રવેશનો વિકલ્પ આપ્યે હતો. રાજ્યમાં ૪૨ ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ છે. તેમાંથી ૬ નાગપુરમાં છે. તેમાં ૧૪૪૫૬ વિદ્યાર્થીઓની વ્યવસ્થા છે.
દસમાં અને બારમાં ધોરણ પછી એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં માટે મધ્યવર્તી ઓનલાઈન પ્રક્રિયા સ્વીકારવાની સૂચના બંને પ્રકારની ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓના સંચાલકોને આપવા અંગે મુંબઈના ડિરેકટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશને રાજ્યના તમામ ટેકનિકલ શિક્ષણ સહાયકોને પરપિત્ર (સરકયુલર) મોકલ્યો છે. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા પ્રવેશ મેળવે તેમને જ શિષ્યવૃત્તિ અને ફીમાં જુદી જુદી રાહતોનો લાભ મળી શકશે.
એન્જિનિયરિંગના તમામ પ્રવેશ ટેકનિકલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટો માટે બંધનકારક રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે ડિરેકટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશનને જણાવ્યો હતો.