પૂણેમાં જે પ્રકારે ગેરકાયદે દબાણો વધી રહ્યા છે તેને કારણે આવનારા દિવસોમાં પૂરની સંભાવનાને નકારી શકાય નહીં તેમ જાણકારોનું માનવું છે. વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ સેક્રેટરી અને ડિરેકટર જનરલ સુરેશ શિરકેએ આ અંગે જણાવ્યું હતું કે, પૂણેમાં પ્રતિબંધિત વિસ્તારોમાં જે પ્રકારે નવા બાંધકામ અને ગેરકાયદે દબાણ વધી રહ્યા છે તેને કારણે વરસાદમાં પૂરની સંભાવના વધી જાય છે.
પૂણેમાં પૂરને કારણે સર્જાયેલી તારાજીને 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્યના સિંચાઇ વિભાગ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પ્રતિબંઘિત વિસ્તારોમાં વધી રહેલા દબાણોને કારણે હવે પૂરની સંભાવના વધી જાય છે.