મંગળવારના રોજ ફરી એક વાર શહેરમાં જહાજ ટકારાવાના બનાવ બન્યા હતા, જેમાં યલો ગેટ પોલીસ સ્ટેશને બેદરકારીનો ગુનો નોંધ્યો છે. પોલીસે હાથ ધરેલી તપાસમાં ડોલ્ફિન જહાજના કેપ્ટન એમ. વી. બીવોસની બેદરકારીને કારણે જહાજ અથડાવાની ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું.
જહાજ ટકારાવાની આ દુર્ઘટનાને કારણે નંદ હજીરા બોટને નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટના બાદ ડોલ્ફિન જહાજનો કેપ્ટન બીવોસ ફરાર થઈ ગયો હતો જેની શોધ પોલીસે હાથ ધરી હતી.
અહીં નોંધનીય છે કે હાલમાં જ અરબી સમુદ્રમાં વરલી નજીક ચિત્રા અને ખલિજિયાના જહાજની ટકરામણથી તેલનો કદડો સમુદ્રના પાણીમાં ફેલાવાને કારણે ભારે પ્રમાણમાં અંધાધૂંધી ફેલાવા પામી હતી.
જોકે મંગળવારના રોજ બનેલી જહાજ ટકરાવાની ઘટનામાં ડોકના કર્મચારીઓએ તકેદારીપૂર્વક કાર્યવાહી કરી હતી, જેના કારણે સમુદ્રનાં પાણીમાં બિલકુલ ઓઈલ ઢોળાવા પામ્યું નહોતું.