વાન-ઈફ્રાની INCQCમાં ‘દિવ્ય ભાસ્કર’નો સમાવેશ
વાન-ઈફ્રા વિશ્વભરમાં પ્રિન્ટિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા અખબારોને તેની મેમ્બરશીપ આપે છે. આ વર્ષે તેણે આઈએનસીક્યુસી(ઈન્ટરનેશનલ ન્યૂઝપેપર કલર કવોલિટી ક્લબ)ની મેમ્બરશીપનો વ્યાપ વધાર્યો છે. આઈએસઓ સ્ટાન્ડર્ડ મુજબ શ્રેષ્ઠ પ્રકારનું રંગીન અખબાર પ્રસિદ્ધ કરનારા વિશ્વના માતબર અખબારો આ ક્લબના મેમ્બર છે, જેમાં હવે ગુજરાતી અખબાર ‘દિવ્ય ભાસ્કર’નો પણ સમાવેશ થયો છે. વર્ષ ૨૦૧૦-૧૨ માટે ‘દિવ્ય ભાસ્કર’ને આ ક્લબની મેમ્બરશીપ મળી છે. બે વર્ષ માટેની આ મેમ્બરશીપ હોય છે.
વાન-ઈફ્રા આઈએનસીકયુસી સર્ટિફિકેશન અંગેનો સમારંભ તાજેતરમાં મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુર ખાતે યોજાયો હતો, જેમાં ‘દિવ્ય ભાસ્કર’ને આ મેમ્બરશીપ આપવામાં આવી હતી. ‘દિવ્ય ભાસ્કર’ વતી અખબારના સ્ટેટ પ્રોડક્શન હેડ રાકેશ સિંહે આ મેમ્બરશિપ સ્વીકારી હતી.
અખબારના વાચકને આકર્ષક, ઉચ્ચ ગુણવત્તાની કન્ટેન્ટ પ્રાપ્તથાય અને બીજી તરફ એડવટૉઈઝરને પણ અસાધારણ ડિસ્પ્લેની ખાતરી મળે તે તમામ બાબતોની કાળજી વાન-ઈફ્રાની આ આઈએનસીકયુસી તેના મેમ્બર અખબારો રાખતા હોય છે.
આ વખતે કુલ ૪૩ દેશોમાંથી ૧૬૨ ટાઈટલનું મેમ્બરશીપ માટે રજિસ્ટ્રેશન થયું હતું, જે પૈકી આ પસંદગી થઈ હતી. સમારંભમાં હાજર રહેલા સભ્યોએ અખબારના પ્રિન્ટિંગમાં આઈએસઓ ૧ર૬૪૭ પ્રિન્ટ સ્ટાન્ડેર્ડના અમલની પ્રશંસા કરી હતી.