Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Pune
 

અડવાણીને અણ્ણાનો સવાલ, લોકો ભૂખે મરે છે ત્યારે રથયાત્રા કેમ?

 
Source: Dilnawaz Pasha   |   Last Updated 8:14 AM [IST](13/09/2011)
 
 
 
 
 

અણ્ણા હજારે માને છે કે જે દેશમાં લોકો ભૂખથી તડપી રહ્યાં છે ત્યાં રથયાત્રાનું કોઈ ઔચિત્ય નથી. પત્રકારો સાથેની વાતચીતમાં અણ્ણા હજારેએ હિન્દી ભાષા પર વધારે ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે હિન્દી કરતા અન્ય ભાષામાં બોલવું એ રાજકારણીઓનો દંભ બતાવે છે. અણ્ણાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાનું કોઈ સંગઠન ઉભું નહીં કરે અને આગળ પણ આખુ આંદોલન સ્વયંસેવકો જ ચલાવશે.

અણ્ણા સાથેની ખાસ વાતચિત

અડવાણીની રથયાત્રા અને પોતાની યાત્રા એકસાથે શરૂ શરૂ થઈ રહી છે, તેને કયા રૂપમાં દેખાય?

રથયાત્રા અમારા માટે નથી. આ રથયાત્રા છે શું જે દેશમાં ગરીબ લોકોની પાસે ખાવા માટે કંઈ નથી તે રથયાત્રોનો શું મતલભ. અમે પદયાત્રાને માની શકીએ છીએ. પદયાત્રા ગાંધીજીની નીતિ હતી. ગાંધીજી માનતા હતાં કે પદયાત્રાથી સામાજિક ચેતના જાગે છે. અમે પદયાત્રામાં વિશ્વાસ રાખીએ છીએ રથયાત્રામાં નહીં.

ભ્રષ્ટાચાર મુદ્દે રાજકારાણ રમાઈ રહ્યું છે. આનાથી પાર્ટીઓ રાજકિય ફાયદો ઉઠાવા માંગે છે. તમને શું લાગે છે?

ભ્રષ્ટાચાર મુદ્દે દેશ હવે એલર્ટ થઈ ગયો છે. કોઈ પણ પાર્ટી હવે લોકોને ગુમરાહ કરી શકશે નહીં. મારો વિશ્વાસ છે કે હવે ભારતના લોકો સરળતાથી ગુમરાહ થશે નહીં.

60 ટકા લોકો ભ્રષ્ટાચાર તો લોકપાલ ખાખ કરી દેશે, બાકીનું કેવી રીતે જશે?

ફક્ત લોકપાલ લાવવાનો જ આ આંદોલનનો ઉદ્દેશ્ય નથી. હજુ લોકપાલ કેન્દ્ર બિંદુમાં છે પરંતુ આ લડાઈની શરૂઆત છે. આગળ અમે ભૂમિ અધિગ્રહણ બિલ અને અન્ય જરૂરી મુદ્દાને લઈને પણ આંદોલન કરશું. ચૂંટણી સુધારાના આધારે સાચા લોકતંત્રની સ્થાપના કરી ભ્રષ્ટાચારથી સંપૂર્ણ રીતે સામનો કરી શકાશે.

શું તમે પોતાનું સંગઠન ઉભું કરશો. આગાની આંદોલન શેના પર ચાલશે?

હું લાબાં સમયથી ભ્રષ્ટાચારની વિરુદ્ધ આંદોલન કરી રહ્યો છું. મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચાક વિરોધી સંગઠનમાં બે વાર રજુઆત કરી ચુક્યો છું. ઘણાં લોકો એવા પણ જોડાઈ જાય છે કે જે સંગઠનના નામ પર ખોટા કામ કરે છે. દરેક રાજ્યમાં જો સ્વયંસેવક ઉભા થશે તો જ સાચું કામ થશે. આંદોલનના સમયે દેશના લોકો ઉભા થઈ ગયા. આમાં કોઈ સંગઠન નહોતું. તેમનો ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર મુક્ત ભારતને નિર્માણ કરવાનું હતું. પ્રત્યેક રાજ્યમાં સ્વયંસેવક ઉભા કરવાની અમારી રણનિતી છે.

કંઈક સ્વયંસેવક ચરિત્રહીન પણ હોઈ શકે છે, આનો કેવી રીતે સામનો કરી શકાય?

અમે કોઈ પણ કાર્યકર્તા પર સિક્કો નથી મારવાના. જે સ્વયમસેવક છે તે કોઈપણ સહકાર વગર જ અમારી સાથે કામ કરશે. હવે અમે અમારી સાથે જોડનાર દરેક વ્યક્તિના ચરિત્રની પણ તપાસ કરીશું. અમારી ટીમ એ વાતની તપાસ કરશે કે અમારી સાથે જોડાઈ રહેલા લોકોનો ટ્રેક રેકોર્ડ કેવો છે.

આતંકવાદ પર આપનું શું માનવું છે?

આતંકવાદ શા માટે વધી રહ્યો છે તેના મૂળીયા તપાસવા જોઈએ. હાલમાં સરકાર જે વલણ અપનાવી રહ્યું છે તેના કારણે આતંકવાદ વધી રહ્યું છે. સરકાર લાકડી મારીને ખેડૂતોની જમીન પડાવી રહી છે. આ લોકશાહી નથી હુકમશાહી છે. હુકમશાહી થી જ આતંકવાદનો જન્મ થાય છે. જ્યારે સરકારે ક્ષેત્રીય સમસ્યાયો પર ધ્યાન નથી આપતી ત્યારે ત્યારે આતંકવાદનો જન્મ થાય છે. ભારત સરકારને લાગે છે કે આપણે આ દેશના માલિક છીએ. માલિક બનીને ચાલી રહ્યા છે માટે ભ્રષ્ટાચારનું દુષણ વધી રહ્યું છે. સેવક બનીને ચાલતા તો આતંકવાદનો જન્મ જ ન થતો. દેશમાં જનતાની અવાજ જ આવનાર સમયમાં બધી જ સમસ્યાઓનો નિકાલ લાવશે. જે એક આશાની કિરણ છે.

ચૂંટણીવાળા રાજ્યોની મુલાકાતમાં એજન્ડા શું રહેશે?

અમે ટ્રેનથી યાત્રા કરીશું. વધારે જરૂરિયાત જણાઈ તો જ પ્લેનથી યાત્રા કરીશું. અમે લોકોને મળીશું. અને યાત્રાનો એજન્ડા છે માત્ર જનજાગરણ.

આપ મૂળ મરાઠી ભાષી છો, હિન્દીને આપ કેવા રૂપે જૂઓ છો?

હિન્દી આવડવી જરૂરી છે. મને દુ:ખ થાય છે કે આપણા દેશના કેટલાક મંત્રીઓને હજી સુધી હિન્દી નથી આવડતી. હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે માટે દરેક નાગરિકને તે આવડવી જોઈએ. અમે અમારા પ્રદેશમાં મરાઠી બોલીએ છીએ પરંતુ ઉત્તરપ્રદેશ જઈશું તો મરાઠી કામમાં નહી આવે. આપણા દેશમાં દરેક ક્ષેત્રની પોતાની અલાયદી ભાષા છે, પરંતુ ભારતમાં દરેકે હિન્દી જરૂર શીખવી જોઈએ. હા એ વાતનું જરૂર ધ્યાન રાખવું જોઈએ કે અંગ્રેજી સંસ્કૃતિ આપણામાં ઘુસી ન જાય. આપણે અંગ્રેજીને પણ સ્વીકાર્યતા આપવી જોઈએ પરંતુ અંગ્રેજી સંસ્કૃતિને કોઈપણ રૂપમાં નહી. હું જ્યારે વિદેશ જાઉ છું ત્યારે મને પણ દુ:ખ થાય છે કે મને અંગ્રેજી નથી આવડતી.

દેશ મોટી અપેક્ષા સાથે તમારી પાસે આવી રહ્યો છે, રોજ હજારો પત્રો તમને લખવામાં આવે છે શું તમે બધાને જવાબ આપી શકો છો?

આ પ્રશ્ન મને પણ થાય છે કે શું હું દેશની અપેક્ષાઓ પર ખરો ઉતરી શકીશ?  લોકો ખૂબ મોટી અપેક્ષાઓ સાથે મારી પાસે આવી રહ્યાં છે. હું તો ફકીર માણસ છું. મંદિરમાં રહું છું. મારી પાસે કોઈ બેંક બેલેન્સ કે જાગીર નથી. રોજ એટલા પત્ર આવી રહ્યા છે કે એક પત્રનો જવાબ આપવા માટે ઓછામાં ઓછા  પાંચ રૂપિયાનો ખર્ચ થાય છે અને હું આટલા પૈસા ક્યાંથી લાઉં. મને પૈસા આપવાવાળા પણ ઘણાં છે. ઘણાં લોકો પૈસા દાનમાં આપવા માટે મને કહે છે પણ હું કોઈપણ પ્રકારનાં બે નંબરનાં પૈસાનો સ્વીકાર નથી કરી શકતો. મેં મારા જીવનમાં ક્યારેય બે નંબરનાં પૈસા લીધાં નથી. કેમ કે, આ પૈસાથી કંઈ થઈ જ ન શકે. હાલ દિલ્હીમાં મને એક કરોડનું ઈનામ આપવામાં આવી રહ્યું હતું પણ ઈનામ આપનાર યોગ્ય વ્યક્તિ ન હતાં માટે ઈનામ લેવાનો ઈન્કાર કરી દીધો. મારી સામે દેશ છે. દેશવાસીઓની અપેક્ષા વધી ગઈ છે. સામાન્ય નાગરિકોએ મને ક્યારેય જોયો નથી છતાં પણ દેશની જનતા મારી પાછળ ઊભી થઈ છે. મને એમ લાગે છે કે આ બધી ભગવાનની લીલા છે. ભગવાન જ દેશમાં પરિવર્તન લાવે છે. તે જ લોકોને સદબુદ્ધિ આપી રહ્યો છે. જનતાની અપેક્ષા મોટી છે તેનો પણ ભગવાન કોઈને કોઈ રસ્તો જરૂરથી નીકાળશે. મને નથી ખબર કે એમની અપેક્ષાઓ કેવી રીતે પૂરી કરી શકીશ. માત્ર ભગવાનમાં મારો પૂર્ણ વિશ્વાસ છે.

લોકો એવું સમજી રહ્યાં છે કે અણ્ણા દુઃખ –દર્દ દૂર કરી દેશે એટલા માટે તેઓ પણ અહી આવી રહ્યાં છે?

હું વીસ વર્ષથી આંદોલન કરી રહ્યો છું લાખો પત્ર મારી પાસે પહોંચ્યા છે. હું દરેક પત્રનો જવાબ નથી આપી શકતો એ મારી સમસ્યા છે છતાં પણ હું જેટલું કરી શકું છું એટલું કરી રહ્યો છું. ઉદાહરણનાં રૂપમાં મારા પ્રયાસોથી મહારાષ્ટ્રમાં સાત કાયદાઓ બની ગયાં છે. આ બધાંથી ઘણો ફર્ક આવી છે. માહિતીનાં અધિકારનાં કાયદાથી પણ સમગ્ર દેશમાં ફાયદો થયો છે.

 





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.