- મહારાષ્ટ્રના સતારા જિલ્લાની ઘટના, પોલીસ ઘટના અંગે કરી રહી છે ઇન્કાર
મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એક દલિત મહિલાના કપડા ફાડીને તેને નગ્નાવસ્થામાં ફેરવાઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલાની જાહેરમાં પિટાઇ કરાઇ હોવાની વાત પણ સામે આવી છે. કહેવાય છે કે મહિલાનો પુત્ર ઉચ્ચ જાતિની એક યુવતી સાથે ભાગી ગયો છે. જ્યારે મહિલા પાણી ભરવા જઇ રહી હતી ત્યારે યુવતીના સ્વજનોએ તેની પિટાઇ કરી.
ભોગ બનનારી મહિલાને કરાડની એક હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ મામલે હજુ સુધી કોઇની ધરપકડ નથી કરાઇ. આ મામલે એફઆઇઆર નોંધાઇ છે પરંતુ પોલીસ એ વાતનો ઇન્કાર કરી રહી છે કે મહિલાના કપડા ફાડી નંખાયા હતા અથવા તેને નગ્નાવસ્થામાં ફેરવાઇ હતી.
સતારાના ડીએમ ડો. રામાસ્વામી એને કહ્યું કે "પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાના કપડા ફડાયા નહતા અને તેને નગ્નાવસ્થામાં ફેરવાઇ પણ નહતી. તેની સાથે મારઝુડ જરૂર કરાઇ છે. પોલીસે આ કેસમાં ચાર શખ્સોની પૂછપરછ કરી છે જેને યુવતીના સ્વજનો ગણાવાઇ રહ્યા છે. તેના નિવેદનો નોંધી લેવાયા છે પરંતુ કોઇની ધરપકડ નથી કરાઇ."
ડીએમે કહ્યું કે યુવતી હજુ સગીર છે જે ગત 18મી નવેમ્બરે યુવક સાથે ભાગી ગઇ હતી. મહિલાને ગંભીર ઇજા પહોંચી છે પંરતુ હાલમાં તે ખતરાથી બહાર છે.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.