- હજારેના આંદોલનથી જનતા જાગૃત થઈને રસ્તા પર ઉતરી એ જ તેની સિદ્ધિ ગણાય
‘‘દેશમાં ભ્રષ્ટાચાર, જે ઝડપથી વધુ વિકરાળ થઈને ફેલાઈ રહ્યો છે, એ જોતાં સમાજસેવક અણ્ણા હજારેની લડત તેનો અંત લાવવા માટે પુરતી સક્ષમ નથી. અણ્ણા હજારેની લડતને કારણે નાગરિકોમાં જાગૃતિ આવી અને સૌ રસ્તા પર ઉતર્યા એ જ તેની સફળતા ગણી શકાય. અણ્ણાની લડતને કારણે ભવિષ્યમાં દેશમાં ભ્રષ્ટાચાર ઘટશે, એવા ભ્રમમાં રહેવું યોગ્ય નથી.’’ એવો સ્પષ્ટ અભિપ્રાય જનતા પક્ષના પ્રમુખ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ વ્યક્ત કર્યો હતો.
ડૉ. ડી. વાય પાટીલ વિદ્યાપીઠના ગ્લોબલ બિઝનેસ સ્કૂલ એન્ડ રીસર્ચ સેન્ટરના ઉપક્રમે ‘ભારતના આર્થિક પુનરુત્થાન’ વિષય પર પરિસંવાદમાં ડૉ. સ્વામી વકતવ્ય આપી રહ્યા હતા. વિદ્યાપીઠના કુલપતિ (ચાન્સેલર) ડૉ. પી. ડી. પાટીલ, કુલગુરુ (વાઈસ ચાન્સેલર) પી. એન. રાઝદાન, વરીષ્ઠ અર્થશાસ્ત્રી અનિલ બોકિલ, વિભાગના નિયામક ડૉ. આર. યૂ. ધોળકીયા વગેરે મંચ પર ઉપસ્થિત હતા. ‘‘અણ્ણા હજારેના આંદોલનને લીધે ભ્રષ્ટાચાર ૬૦થી ૭૦ ટકા ઘટશે, એવો અંદાજ બાંધવો પણ અયોગ્ય ગણાય. ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતા એ આંદોલનને લીધે રસ્તા પર ઊતરી આવી અને તેમાં યુવાનો સહભાગી થયા એ આંદોલનનાં નોંધપાત્ર પાસાં ગણાય.
ચળવળને લીધે જનજાગૃતિ થઈ એ નોંધપાત્ર બાબત છે. ભ્રષ્ટાચારની વિકરાળતા દેશના અર્થતંત્ર અને સુરક્ષા તંત્ર બન્ને માટે ઘાતક છે. વિદેશોમાં પડેલા કાળાં નાણાં વાપરીને આંતરરાષ્ટ્રીય ગુનેગારો દેશની સલામતી સામે જોખમ ઊભું કરી શકે,’’ એમ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું.ટૂ જી સ્પેકટ્રમ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે જેલમાં ગયેલા એ. રાજા જેટલા જ દોષિત એ વખતના નાણાપ્રધાન પી. ચિદંબરમ પણ હોવાનો આરોપ ડૉ. સ્વામીએ વકતવ્ય દરમિયાન ઉચ્ચાર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘‘કેન્દ્રના કૃષિ ખાતાના પ્રધાન શરદ પવારનું નામ આ કૌભાંડમાં હજુ સુધી ચમકર્યું નથી. પરંતુ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વઢેરા તેમાં સામેલ હોવાના દસ્તાવેજો મળ્યા છે. એ બાબતે યોગ્ય સમયે વાત કરીશું.’’
વર્ષ ૨૦૦૭માં એ. રાજા દૂર સંદેશ વ્યવહાર ખાતાના પ્રધાન હતા ત્યારે ચિદંબરમ નાણાપ્રધાન હતા. ટૂ જી સ્પેકટ્રમમાં એ. રાજાએ લીલામને બદલે અમુક કંપનીની તરફેણ કરી તેમાં ચિદંબરમ સાથે હતા. તેથી તેની સીબીઆઈ દ્વારા તપાસની માગણી સહિતની ડૉ. સ્વામીની અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ૩
ડિસેમ્બરે થશે.