કોંકણ સ્થિત નવદંપતી ભારત ઘાયલ (૨૫) અને વંદના ઘાયલે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને જીવનનો અંત આણ્યો હતો. બંને બુલઢાણા-સોનુના વતની હતા. આ ઘટના કુડાળના સાંગીર્ડેવાડી નજીક બની હતી. બંને વચ્ચે મતભેદોને કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સાંગીર્ડેવાડીમાં ભારત ઘાયલ શંકર સાવંતને ત્યાં ભાડાની રૂમમાં રહેતો હતો. ભારતને દારૂનું વ્યસન હતું. ભારત જે જગ્યાએ ભાડાના ઘરમાં રહેતો હતો તેની બાજુમાં જ તેનો ભાઈ રાજુ અન્ય એક ભાડાના ઘરમાં રહેતો હતો.
ભારત અને વંદનાના પ્રેમવિવાહ બાદ તેઓના વારંવાર ઝઘડા થતા હતા. સોમવારે વહેલી સવારે બંનેએ એકમતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને જીવન ટૂંકાવી લીધું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.