૧૯૩૯માં રૂ બજારના આગેવાન વેપારીઓના પ્રેરકબળ હેઠળ બજારના વેપારીઓ, કર્મચારીઓ અને માથાડીઓના સહકારથી શરૂ કરાયેલો ‘‘કોટન ચા રાજા’’ તરીકે શહેરમાં વિખ્યાત ગણેશોત્સવ આ વર્ષે પણ ધામધૂમથી કોટન એક્સચેન્જ સંકુલ કોટનગ્રીન ખાતે ઊજવવામાં આવશે.
કોટન ડેપો શ્રી ગણેશોત્સવ ટ્રસ્ટની આગેવાની હેઠળ કોટન ચા રાજા આ વર્ષે ૭૨મા વર્ષની ઉજવણી કરશે. ૧૧ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર સુધી હર્ષોલ્લાસથી ઊજવાનારા ગણેશોત્સવમાં દરરોજ પારંપારિક ઢબે પૂજા, ભજન, કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. પૂજા રોજ સવારે ૯.૧૫ વાગ્યે, ૧૧. ૦૦ કલાકે અને સાંજે ૬.૩૦ કલાકે થશે.
ટ્રસ્ટ દ્વારા ૧૫ સપ્ટેમ્બરને બુધવારે ૧૧.૩૦થી ૧.૦૦ સુધી સત્યનારાયણની પૂજા અને બપોરે ૨થી ૩ દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, એમ કોટન શ્રી ગણેશોત્સવના ટ્રસ્ટી શ્યામ સુંદર માખરિયા અને ચંદુલાલ ડી. ઠક્કરે સંયુક્ત રીતે કરી છે.