મહાપાલિકામાં ભગવી યુતિને પરાસ્ત કરીને કોંગ્રેસની સત્તા લાવવા માટે નેતાઓ- કાર્યકરોએ પ્રયાસ શરૂ કરી દીધા છે. ભગવી યુતિ એક બાજુ વિવિધ પ્રકલ્પોનો અમલ કરીને મતદારોને રીઝવવા માટે તૈયાર છે ત્યારે પાછળ ન રહેવા માગતી કોંગ્રેસ પણ સક્રિય બની છે અને વિવિધ નુસખા ઘડી રહી છે.
જેના ભાગરૂપે જ ઉત્તર મુંબઈ જિલ્લા કોંગ્રેસ કમિટી વોર્ડ નં. ૪ આયોજિત સાંસદ સંજય નિરૂપમના સાંસદ નિધિ વિશેનો કાર્ય અહેવાલ પ્રકાશિત કરાયો હતો, જેનું ઉદઘાટન મુંબઈ કોંગ્રેસના પ્રમુખ કૃપાશંકર સિંહે કર્યું હતું.
આગામી ચૂંટણીમાં મહાપાલિકામાં કોંગ્રેસનો જ ત્રિરંગો લહેરાશે એવી તેમણે આશા વ્યક્ત કરી હતી, જ્યારે નિરૂપમે શિવસેનાની ખામીઓ ઉજાગર કરી હતી.