મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર સુબોધકુમારને મુદતમાં વધારો આપવો એ એડમિનસ્ટિ્રેટિવ સર્વિસના નિયમો અને શરતોનો ભંગ કરવા જેવી બાબત હોવાનો દાવો કરતા ભૂતપૂર્વ પોલીસ અધિકારી વાય. પી. સિંહે કેન્દ્રના એડમિનસ્ટિ્રેટિવ ડિપાર્ટમેન્ટ સમક્ષ આ મામલે ઉપિયાદ નોંધાવી છે.
સુબોધકુમારને ચૂંટણી માથે છે ત્યારે તેમની મુદતમાં વધારો કરવાની બાબત તો વાંધાજનક છે, એમ સિંહે કહ્યું હતું. સુબોધકુમારની મુદત ૩૧ જાન્યુઆરીના પૂર્ણ થતી હતી, પણ તેમને ત્રણ મહિના માટે મુદત-વધારો મળ્યો છે.
સિંહના કહેવા પ્રમાણે, કોઈ અધિકારી નિવૃત્તિના સમયે બજેટ પર કામ કરતો હોય અથવા નજીકના ભવિષ્યમાં જેનું કામ પૂર્ણ થવાનું હોય એવી સમિતિનો પૂર્ણ સમયનો સભ્ય હોય તો જ તેને ભારતીય પ્રશાસકીય સેવાના નિયમો અને શરતો અનુસાર મુદતમાં વધારો મળી શકે છે.
તેમ જ રાજ્યના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, સંરક્ષણ સચિવ, ગૃહ સચિવ અને ઈન્ટેલિજન્સ બ્યૂરો તથા સીબીઆઈ ડાયરેકટરના અપવાદ રૂપ હોદ્દા પરના અધિકારીને જ કેટલાક કારણોસર મુદતમાં વધારો મળી શકે છે. સુબોધકુમાર આમાંની એક પમ શ્રેણીમાં બેસતા નથી તો તેમને મુદત વધારો કેવી રીતે મળ્યો, એવો સવાલ વાય. પી. સિંહે કર્યો હતો.