Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Pune
 

પુણે અને ઉત્તર મહારાષ્ટ્રમાં ઠંડી વધી

 
Source: Bhaskar News, Pune   |   Last Updated 3:48 AM [IST](20/11/2011)
 
 
 
 
 
ઉત્તર તરફના પવનોની તીવ્રતા વધતાં પુણે સાથે ઉત્તર મહારાષ્ટ્રમાં ઠંડીનો કડાકો વધ્યો છે. પુણે શહેર તથા આસપાસના ક્ષેત્રોમાં બે દિવસથી લઘુત્તમ તાપમાન ઘટીને ૧૧ અને ૧૨ અંશ સેલ્સિયસ વચ્ચે રહે છે. મંગળવાર સુધીમાં તાપમાન ઘટીને ૧૦ અંશ સેલ્સિયસ પર આવવાની સંભાવના વ્યક્ત કરાય છે. જોકે ઉત્તર મહારાષ્ટ્રના જળગાંવમાં પારો ૮.૫ અંશ સેલ્સિયસ પર પહોંચી ચૂક્યો છે. પુણેમાં સામાન્ય રીતે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ઠંડીનું આગમન થાય છે. પરંતુ આ વખતે વાતાવરણમાં ફેરફારને પગલે શહેરમાં ઠંડીનો પ્રવેશ સ્હેજ મોડેથી થયો છે.

નવેમ્બરની મધ્યમાં પુણેમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૩ અંશની આસપાસ હોય છે. હાલમાં ઉત્તરના પવનોનો પ્રભાવ વધ્યો હોવાથી તાપમાન બે અંશ ઘટયું છે. આ સપ્તાહ દરમિયાન ઠંડી વધવાની શક્યતા છે. મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૫ અંશ સેલ્સિયસની આસપાસ રહે છે અને લઘુત્તમ તાપમાન કોલાબામાં ૨૩ અંશ સેલ્સિયસની આસપાસ અને સાંતાક્રુઝમાં ૧૮ અંશ સેલ્સિયસની આસપાસ રહે છે. આગામી સપ્તાહમાં આ આંકડા હજુ ત્રણેક અંશ સેલ્સિયસ ઘટવાની શક્યતા જણાય છે.

ઉત્તર મહારાષ્ટ્રમાં જળગાંવ, નાસિક અને અહમદનગર લઘુત્તમ તાપમાન ઘટીને ૧૦ અંશ સેલ્સિયસથી નીચે ઉતર્યું છે. પરંતુ ગિરિમથક (હિલ સ્ટેશન) મહાબળેશ્વરમાં લઘુત્તમ ઉષ્ણાતામાન ઘટયું નથી. વિદર્ભ, મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ખરેખરી ઠંડીની જમાવટ થઈ નથી. પરંતુ આગામી દિવસોમાં પારો નીચે ઊતરવાની આશા રખાય છે. ટૂંકમાં નવેમ્બરની ૩૦મી સુધીમાં આખું રાજ્ય શીતલહરમાં લપેટાવાની શક્યતા જણાય છે.

ઉનાળામાં રાજ્યમાં જ નહીં, દેશમાં સૌથી વધુ ગરમીવાળા પ્રાંતોમાં ગણાતા જળગાંવ જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો ૪૭ અંશ સેલ્સિયસનો આંક કુદાવે છે. તેમ ઠંડીમાં લઘુત્તમ તાપમાન બાબતે પણ દેશના ચોક્કસ શહેરો-જિલ્લાની સ્પર્ધામાં ઉતરે છે. બપોરે ગરમી પણ અનુભવાય છે. લઘુત્તમ તાપમાન જળગાંવમાં શુક્રવારે ૮.૫ અંશ સેલ્સિયસ હતું. લઘુત્તમ તામાન પુણેમાં ૧૧.૯, લોહગાંવમાં ૧૩, અહમદનગરમાં ૯.૮, નાસિકમાં ૧૦, પરભણીમાં ૧૯.૧, અકોલામાં ૧૨.પ, માલેગાંવમાં ૧૩, સાતારામાં ૧૩.૨, ઔરંગાબાદમાં ૧૩.૭, નાગપુરમાં ૧૪.૫, મહાબળેશ્વરમાં ૧૪.૭, સોલાપુરમાં ૧૫.૬, કોલ્હાપુરમાં ૧૭.૫ તથા સાંગલીમાં ૧૯.૧ અંશ સેલ્સિયસ નોંધાયું હતું.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.