- તમામ સ્થળે બહુસભ્ય પદ્ધતિથી ચૂંટણી થવાની છે અને તે માટે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે
- કુલ ૪,૩૦૩ બેઠકો માટે મતદાન થવાનું છે, તેમાંની ૫૦ ટકા બેઠકો મહિલા માટે અનામત છે
રાજ્યની ૧૯૬ નગર પરિષદો અને નગર પંચાયતોની થનારી ચૂંટણી માટે આદર્શ ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ છે. રાજ્યનાં ચૂંટણી કમિશનર નાલા સત્યનારાયણે મંગળવારે ચૂંટણીની જાહેરત કરતા ચૂંટણી કાર્યક્રમનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાની મુદત ડિસેમ્બર ૨૦૧૧થી ફેબ્રુઆરી ૨૦૧૨ના સમયગાળામાં સમાપ્ત થાય છે, તેથી આઠ ડિસેમ્બર, ૨૦૧૧ના દિવસે મતદાન લેવામાં આવશે.ચૂંટણી યોજાવાની છે તે ૧૯૬માંથી દાપોલી, શીરડી, અર્ધાપુર અને માહૂર ખાતે નગર પંચાયતો છે જ્યારે બાકીની ૧૯૨ નગરપરિષદો છે.
યવતમાળ જિલ્લામાં આણીઁ નગર પરિષદ, નાદેડ જિલ્લામાં માહૂર તથા અર્ધાપુરમાં નવી નગર પંચાયત અસ્તિત્વમાં આવી હોઈને આ સ્થળો પર પહેલી વાર જ ચૂંટણી થઈ રહી છે. તમામ સ્થળે બહુસભ્ય પદ્ધતિથી ચૂંટણી થવાની છે અને તે માટે ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન (ઈવીએમ)નો ઉપયોગ કરવામાં આવશે. કુલ ૪,૩૦૩ બેઠકો માટે મતદાન થવાનવું છે, તેમાંની ૫૦ ટકા બેઠકો મહિલા માટે અનામત છે.
મતદાન કેન્દ્રો સંબંધે રાજ્ય ચૂંટણી પંચે કેટલીક સુધારણા કરી છે. તે અમુસાર મતદાન કેન્દ્ર બે કિલોમીટરની અંદર અને કેન્દ્રીય જગ્યાએ રહેશે. ઉપરાંત મતદાન કેન્દ્ર મુખ્યત્વે સરકારી, અર્ધસરકારી અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ઇમારતોમાં રહેશે. કેન્દ્ર મોટાભાગે ભોંયતિળયે રહેશે, એવી સૂચના ચૂંટણી પંચે આપી છે.
મતદાન કેન્દ્રમાં પીવાના પાણી, પ્રસાધન ગૃહ વગેરેની સુવિધા હશે તે સાથે જ વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે રેમ્પની વ્યવસ્થા કરાશે. મતદાન કેન્દ્રોમાં લાંબી કતારો ન લાગે અને મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે નગર પરિષદો અને નગર પંચાયતોના મતદાન કેન્દ્રોની વધુમાં વધુ મતદાર સંખ્યા ૬૦૦ની કરવામાં આવી છે.