- વધુ ફરિયાદો ટાળવા એરહોસ્ટેસે પ્રવાસી પાસેથી વંદાવાળી પ્લેટ આંચકી લીધી
ગોવાથી મુંબઈ આવી રહેલા જેટ એરવેઝના એક મહિલા પ્રવાસીનાં ભોજનમાંથી મરેલો વાંદો મળી આવ્યો હતો. આ પ્રકરણે ફરિયાદો ટાળવા ખળભળાટ ન મચે એ માટે પ્રવાસી પાસેથી પ્લેટ આંચકી લેવાથી લઈને બીજી પ્લેટ ન લે ત્યાર સુધી વિમાન નીચે નહીં ઉતારવાની એરહોસ્ટેસે ધમકી આપવાની ગંભીર ફરિયાદ એક મહિલા પ્રવાસીએ કરી હતી.
પ્રમિલા સાવંત (૫૨)નામની મહિલા જેટ એરવેઝની ‘૯ ડબલ્યુ ૪૭૬’નંબર ધરાવતી બપોરેની ફલાઈટમાં સુમારે ત્રણ વાગ્યે ગોવાથી મુંબઈ તરફ રવાના થઈ હતી. પ્રમિલા પાસે બિઝનેસ કલાસની ટિકિટ હતી. એરહોસ્ટેસે તેને ભોજન લાવી આપતાં તેમાં રિંગણાના શાકમાં મરેલો વાંદો હતો. તેણે તરત જ જમવાનું બોક્સ બંધ કરી એરહોસ્ટેલ તમરીન આલમને બોલાવી આની જાણ કરી હતી, ત્યારે એરહોસ્ટેસે પોતાને પ્લેટ પાછી આપવા જણાવ્યું હતું.
આમ કરવાનો પ્રમિલાને ઈનકાર કરતાં ફરિયાદ કરવાની ઈચ્છા દર્શાવી હતી. એ વખતે જમવાની પ્લેટ પાછી નહીં આપે ત્યાર સુધી વિમાનને નીચે ઉતારવા નહીં દેવાની ધમકી પ્રમિલાને આપવામાં આવી હતી. તેના જવાબમાં પ્રમિલાએ ફરિયાદ કરવાનો આગ્રહ જાળવી રાખ્યો હતો.
મુંબઈમાં વિમાન ઉતરતાં વિમાનમથક ઉપર જેટએરવેઝની અધિકારી શલાકાએ સાવંતને આ બાબતે સત્તાવાર ફરિયાદ ન કરવાની વિનંતી કરી હતી.