ગુરુપૂર્ણિમા નિમિત્તે રવિવારે શિરડીના સાઈબાબાની સવારી R ૪૦ લાખના રથમાં નીકળવાની છે.
ગુરુપૂર્ણિમા નિમિત્તે દેશભરમાંથી લાખ્ખો ભાવિકો સાઈનાં દર્શને ઊમટી પડે છે. શિરડીમાં આ પવિત્ર દિવસને અનુલક્ષી ત્રણ દિવસની જોરદાર ઉજવણી થાય છે, જે શનિવારથી શરૂ થઈ હતી.
હવે રવિવારે ૧૩૦ કિલો ચાંદીથી તૈયાર કરાયેલા R ૪૦ લાખના રથમાં સાઈબાબાની પ્રતિમાનું સરઘસ કાઢવામાં આવશે. આ નિમિત્તે શિરડીમાં જબરદસ્ત રોશનાઈ પણ કરવામાં આવી છે.
રથ કર્ણાટકના બેલ્લારી સ્થિત મહંમદ રફિકે સંસ્થાનને દાન કર્યો છે, જ્યારે તેની પર ૩૫૦ ગ્રામ સોનાનો ઢોળ ચઢાવાયો છે, જે હૈદરાબાદના વિજય કુમારે આપ્યો છે. બે દિવસ પૂર્વે અજ્ઞાત વ્યક્તિએ સાઈને સોનાનો હાર ચઢાવ્યો હતો, જેની કિંમત R ૩૦ લાખ છે, એમ સંસ્થાનનાં સૂત્રોએ જણાવ્યું હતું.
ગુરુપૂર્ણિમાના દિને પણ લાખ્ખો રૂપિયાનું સોનું અને રોકડ સાઈને ચરણે ધરાશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.