- પોલીસે વેપારી પાસેથી જીગ્નાનો બ્લેકબેરી ફોન કબ્જે લીધો - આ જ ફોનથી જીગ્નાએ જે ડેની બાઇકની તસવીરો ખેંચી હોવાનો આરોપ
સીનિયર ક્રાઇમ જર્નાલીસ્ટ જ્યોતિર્મય ડે (જે ડે) હત્યા કેસની આરોપી પત્રકાર જીગ્ના વોરાએ પોતાની અપેક્ષિત ધરપકડના કારણે પખવાડિયા પહેલા વેચી દીધેલો બ્લેકબેરી ફોન મેળવવામાં મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને મહત્વની સફળતા હાથ લાગી છે.
ઉચ્ચ સુત્રોએ જણાવ્યું હતું કે આ જ બ્લેકબેરી ફોન (ટોર્ચ) દ્વારા જીગ્ના વોરાએ જે ડેની બાઇકની તસવીરો ખેંચી હતી અને બીજા ઇમેલ આઇડી પરથી અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનને મોકલી હતી.
પોલીસને શંકા છે કે જીગ્ના વોરા બ્લેકબેરી મેસેન્જર દ્વારા એક એવા શખ્સના સંપર્કમાં હતી જે છોટા રાજનની નજીકનો હોવાનું મનાય છે.
ક્રાઇમ બ્રાંચના સુત્રોએ કહ્યું હતું કે બ્લેકબેરીને ટ્રેક કરવો અને તેમાંથી મોકલાયેલા ડેટા મેળવવા અશક્ય છે કારણ કે બ્લેકબેરી સર્વર પોતાની પોલીસી અંતર્ગત ગ્રાહકોના વિશ્વસનીય ડેટા આપવાનો ઇન્કાર કરી દીધો છે જેના લીધે ઘણા કોન્ટેક્ટ્સને લોકેટ કરવા મુશ્કેલ બની રહેશે.
બીજીતરફ બાકીના ડેટા જેવા કે આર્કીવલ પિક્ચર્સ, ઇમેજીસ અને ફોનમાં સ્ટોર કરાયેલા વીડિયો, ફોન બુક ડેટા કે જેમાં ઇન્ટરનેશનલ કોલ્સની ડિટેલ્સ સ્ટોર થયેલી હોય તે પૂન: પ્રાપ્ત કરી શકાઇ છે.
સુત્રોએ જણાવ્યું કે "ફોનમાંથી ડિલીટ કરી નંખાયેલી તસવીરો અને રાજનના માણસ સાથે જીગ્નાએ ઇમેલ દ્વારા કરેલા વ્યવહારનો ડેટા ફરીથી મેળવવાની કોશિષ કરી રહ્યા છીએ."
તપાસનીશ સંસ્થાના એક સુત્રએ કહ્યું હતું કે "બ્લેકબેરીનો ઉપયોગ અચાનક બંધ કરી દેવો, મેસેન્જરમાંથી કોન્ટેક્ટ ડિલીટ કરી નાંખવા અને બીજો ફોન (સેમસંગ ગેલેક્ટી ટેબ) વાપરવા લાગવો આ બધા કારણોએ અમને શંકા કરવા પ્રેર્યા હતા. અમે મોબાઇલ વેચનાર એક વેપારી પાસેથી જીગ્નાનો મોબાઇલ કબ્જે લીધો છે અને તેમાંથી એવા ડેટા મેળવવાની કોશિષ કરીએ છીએ જે અમને કેસમાં અને આજે ફાઇલ થનારી ચાર્જશીટમાં ઇલેક્ટ્રોનિક પૂરાવા તરીકે મદદરૂપ બને."
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.