પશ્ચિમ રેલવે બિકાનેર અને જયપુર માટે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે. ટ્રેન નં. ૦૨૮૮ દાદરથી દર મંગળવારે ૧૪.૩૫ કલાકે છુટશે અને બીજા દિવસે ૧૨.૪૦ કલાકે બિકાનેર પહોંચશે. ૫ ઓક્ટોબરથી ૧૪ ડિસેમ્બર સુધી આ ટ્રેન દોડશે.
એ જ રીતે ટ્રેન ૦૨૮૭ ૪ ઓક્ટોબરથી ૧૩ ડિસેમ્બર સુધી દર સોમવારે ૧૪.૪૫ કલાકે બિકાનેરથી ઊપડીને બીજા દિવસે ૧૨.૫૦ કલાકે દાદર પહોંચશે.
માર્ગમાં તે બોરીવલી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, મહેસાણા જંકશન ઊંઝા, છાપી, પાલનપુર, આબુ રોડ, સિરોહી રોડ, જવાઈબંધ, ફાલના, રાની, મારવાડ જંકશન, લુની, જોધપુર, ગોટણ, મેરતા રોડ, નાગૌર, નોખા અને દેશનોક સ્ટેશને બંને દિશામાં થોભશે. તેમાં એસી-૨ ટાયર, એસી-૩ ટાયર, સેકંડ સ્લીપર અને જનરલ કોચ હશે. એ જ રીતે ૦૨૨૭ ઈન્દોર- જયપુર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ૬ ઓક્ટોબરથી ૧૫ ડિસેમ્બર વચ્ચે દર બુધવારે ૨૨.૩૦ કલાકે ઈન્દોરથી છુટીને બીજા દિવસે ૦૮.૨૦ કલાકે જયપુર પહોંચશે.
ટ્રેન નં. ૦૨૨૮ ૫ ઓક્ટોબરથી ૧૪ ડિસેમ્બર સુધી દર મંગળવારે જયપુરથી ૨૦.૪૦ કલાકે છુટીને બીજા દિવસે ૦૬.૩૫ કલાકે ઈન્દોર પહોંચશે. માર્ગમાં તે દેવાસ, ઉજજૈન, નાગડા, કોટા, સવાઈ માધોપુર, બનસ્થળી નિવાઈ અને દુગૉપુરા સ્ટેશને બંને દિશામાં થોભશે. તેમાં એસી-૨ ટાયર, એસી-૩ ટાયર, સેકંડ સ્લીપર અને જનરલ કોચ રહેશે. બુકિંગ ૪ ઓક્ટોબરથી શરૂ થશે.